Get The App

સુરતમાં શુગર ફ્રી ઘારીની ડિમાન્ડ અને વેપારીઓ બનાવતાં થયાં શુગર ફ્રી ઘારી

- ખાંડને બદલે સ્ટીવીયાનો ઉપયોગ કરી બની રહી છે ઘારી

Updated: Oct 30th, 2020


Google News
Google News
સુરતમાં શુગર ફ્રી ઘારીની ડિમાન્ડ અને વેપારીઓ બનાવતાં થયાં શુગર ફ્રી ઘારી 1 - image


કોરોનાના કારણે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ઘી વિનાની ઘારી નહી બનાવવાનો નિર્ણય કર્યોઃ અન્ય વેપારીઓએ બનાવી ઘી વિનાની ઘારી

સુરત, તા. 30 ઓક્ટોબર 2020 શુક્રવાર

સુરત સહિત સુરતના ચંદની પડવામાં ઘી નિતરતી અને ખાંડના બુરાનો ભરપુર ઉપયોગ કરેલી ઘારી સાથે ફ્લેવર્ડ ઘારીઓ પણ વેચાવવા લાગી છે પરંતુ હાલમાં સુરતીઓ હેલ્થ કોન્સીયસ થયાં હોવાથી ઘી અને ખાંડનો ઉપયોગ ટાળી રહ્યા છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં શુગર ફ્રી ઘારી સાથે સાથે ઘી વિનાની ઘારીનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. 

સુરતના વેડરોડ વિસ્તારમાં એક ધાર્મિક સંસ્થા દ્વારા ભક્તો માટે ઘી વિનાની ઘારી બનાવવામા આવતી હતી પરંતુ આ વર્ષે કોરોના કારણે આ ઘારી ન બનાવાવનો નિર્ણય કર્યો છે. જોકે, આ સંસ્થાને જોઈને અન્ય વેપારીઓએ ઘી વિનાની ઘારી બનાવી રહ્યાં છે. જેથી સુરતીઓ ઘીથી નિતરતી મીઠી મધ જેવી ઘારી સાથે સાથે શુગર ફ્રી અને ઘી વિનાની ઘારી પણ આરોગશે.

ફાસ્ટફુડવાળી લાઈફ સાથે દોડતી જીંદગીના કારણે સુરતમાં ડાયાબીટીશના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ ડાયાબિટીશનો રોગ ધરાવતાં સુરતીઓ ચંદની પડવાનો તહેવાર મન મુકીને ઉજવે છે. 

ચંદની પડવામાં ઘારી આરોગી શુગર વધી ન જાય તે માટે છેલ્લા પાંચેક વર્ષથી બજારમાં શુગર ફ્રી ઘારીનું વેચાણનો ટ્રેન્ડ શરૂ થયો છે. શુગર ફ્રી ઘારીનું વેચાણ કરતાં રોહન ઘારીવાલા કહે છે, છ એક વર્ષ પહેલાં અમારે ત્યાં એક ગ્રાહક આવ્યા હતા તેઓએ  ખાંડ વિનાની ઘારી મળે કે નહીં તેવું પુછતાં અમે શુગર ફ્રી ઘારી બનાવવાનો નિર્ણય કર્યો હતો. 

પાચંક વર્ષ પહેલાં અમે એક દુકાન પર શુગર ફ્રી ઘારી બનાવીને તેનું વેચાણ શરૃ કર્યું હતું તે પ્રયોગ સફળ થયો હતો. આજે અમારી દુકાનો તથા અન્ય વેપારીઓ પણ શુગર ફ્રી ઘારીનું વેચાણ કરતાં થયાં છે. શુગર ફ્રી ઘારી આરોગે ત્યાર બાદ ડાયાબીટીશના દર્દીઓનું શુગર ન વધે તે માટે સ્ટીવીયાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, ખાંડના બુરૂવાળી અને શુગર ફ્રી ઘારીની મીઠાસ એક સરખી જોવા મળે છે.

શુગર ફ્રી ઘારી સાથે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ઘી વિનાની ઘારીનો પણ ટ્રેન્ડ શરૃ થયો છે. વેડ રોડ પર સ્વામીનારાયણ સેવા મંડળ સાવરકુંડલા દ્વારા દર વર્ષે હરિભક્તો માટે ઘી વિનાની ઘારી બનાવે છે. 

ઘી વિનાની ઘારી બનાવતાં હરિભક્ત ત્રિકમલાલ કહે છે, અમારા મંડળ દ્વારા દર વર્ષે હરિ ભક્તોને શુધ્ધ અને સાત્વિક ઘારી આપવામાં આવે છે પરંતુ આ ઘારી બનાવવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ભેગા થતાં હોવાથી કોરોના સંક્રમણ વધી શકે તેમ હોવાથી આ વર્ષે અમે ઘી વિનાની ઘારી નહી બનાવવાનો નિર્ણય કર્યો છે. 

જોકે, હરિભક્તો જેવી રીતે ઘી વિનાની ઘારી બનાવે છે અને તેની ડિમાન્ડ જોતાં અન્ય મીઠાઈના વેપારીઓએ ઘી વિનાની ઘારી બનાવવાનું શરૂ કર્યું હોવાથી મીઠાઈની કેટલીક દુકાનો પર ઘી વિનાની ઘારીનું વેચાણ થઈ રહ્યું છે. ઉત્સવ પ્રિય સુરતીઓ હેલ્થ કોન્સીયસ હોવાથી સુરતમાં ઘી વિનાની અને શુગર ફ્રી ઘારીનું વેચાણ થઈ રહ્યું છે.


Tags :
SuratTraderSugar-Free-Ghari

Google News
Google News