અંજારમાં પાલિકાની કાર્યવાહીથી બેઘર બનેલા ગરીબ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
પાલિકાએ દબાણ હટાવવાના નામે ગરીબોની ઝંૂપડીઓ તો હટાવી નાખી પણ તેમના માટે અન્ય કોઈ વ્યવસ્થા ન કરાઇ
આપવામ આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અંજારની જૂની કોર્ટ પાસે વર્ષોથી રહેતા દેવી પૂજક પરિવારના લોકોને કોઈપણ જાણ કર્યા વગર તા.૩૧/૧ના અજાર નગરપાલિકાના અધિકારીઓ અચાનક સવારના સમયે પોલીસના મોટા કાફલા સાથે આવીને ઠંડીના દિવસોમાં ગરીબ પરિવારીને પોલીસના દમનથી ગરીબ પરિવારોના ઝૂંપડો તોડી પાડવામાં આવ્યા હતા અને આ દુઃખી પરિવારને અન્ય કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કર્યા વિના જ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે રાજકીય વગ ધરાવતા લોકો અંજારમાં મોટા ભાગે દબાણો કરી બેઠા છે પરંતુ અંજાર નગરપાલિકાને તેમના દબાણ દૂર કરવામાં કોઈ રસ નથી દેખાતો, ફક્ત ગરીબ પરિવારોના ઝુંપડાઓ દેખાય છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી ભારતના લોકોને વચન આપ્યા પ્રમાણે કે કોઈ પણ ગરીબ લોકો ખુલ્લા આસમાનમાં નહી સુવે ત્યારે તેમના વચન ને અમલવારી કરાવવામાં આવે અને આ બેઘર થયેલા પરિવારો ને યોગ્ય જગ્યાએ રહેણાક મકાન બનાવી આપવામાં આવે અને ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વેચવસ્થા કરવામાં આવે તેવી માગ સાથે રાજકોટ નગરપાલિકા નિયામક કચેરી, કચ્છ જિલ્લા કલેકટર, બોર્ડર રેન્જ આઇ.જી સાથે ચીફ ઓફિસર અંજારને ભોગ બનનાર અશોક નરશી દેવીપૂજક, ભચુભાઈ આહીર અને જયેશભાઈ મારાજ અને ભીમજીભાઈ ખોખરા વાળા સાથે સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીએ આવેદન પણ અપાયું હતું.