Get The App

બાંધકામ પ્લાનની ઓનલાઇન મંજુરી બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં વિલંબ અને મોટો ભ્રષ્ટાચાર

સુરત મ્યુનિ.ની સંકલન બેઠકમાં ધારાસભ્યનો ગંભીર આક્ષેપ

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News

બાંધકામ પ્લાનની ઓનલાઇન મંજુરી બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં વિલંબ અને મોટો ભ્રષ્ટાચાર 1 - image


- શહેરીવિકાસ વિકાસ સામે ગંભીર આક્ષેપ થતા મ્યુનિ. કમિશ્નરે પધ્ધતિમાં સુધારો કરીને મંજુરી માટે સમયમર્યાદા નક્કી કરવા આદેશ કર્યો

            સુરત

રાજય સરકારમાંથી ઓનલાઇન પ્લાન પાસ અઠવાડિયામાં જ થઇ જાય છે. પરંતુ સુરત મ્યુનિ. દ્વારા ડોકયુમેન્ટ વેરીફિકેશનમાં મહિનાઓ નિકળી જાય છે. અને ખૂબ મોટો ભષ્ટ્રાચાર થતો હોવાનો પ્રશ્ન સંકલનની બેઠકમાં ધારાસભ્યે જ ઉઠાવતા પાલિકા કમિશ્નરે ઝડપથી થાય તેવી ખાત્રી આપી હતી.

સુરત મ્યુનિસિપલ કચેરી ખાતે દર મહિનાના પ્રથમ શનિવારે મળતી સંકલનની બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો પ્રજાના કનડતા પ્રશ્નોની રજુઆત કરતા હોય છે. આજની બેઠકમાં પૂર્વના  ધારાસભ્યે પાલિકાના શહેરી વિકાસ વિભાગમાં જે બિલ્ડીંગ, ઘર, રેસીડન્સીના જે પ્લાન પાસ થાય છે. અને તેમાં જે વિલંબ થઇ રહ્યો છે.તેનો પ્રશ્ન ઉઠાવીને ફરિયાદ કરી હતી કે સરકાર દ્વારા ઘરનું ઘર ઝડપથી બને તે માટે પ્લાન મંજુરીની પ્રકિયા સરળ અને ઝડપી બનાવવાના હેતુથી ઓનલાઇન પ્લાન મંજુરી માટેની પ્રથા અમલમાં મુકેલ છે. જેમાં સરકારમાંથી અઠવાડિયામાં પ્લાન પાસ થઇ જાય છે.  પરંતુ ઓનલાઇન પ્લાન પાસ પહેલા પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટ અને ઓનલાઇન પ્લાન મંજુરી પછી ડૉકયુમેન્ટ વેરીફિકેશન માટે કોર્પોરેશન તરફથી ખૂબ જ વિલંબ થાય છે. મહિનાઓ નિકળી જાય છે.અને ખૂબ મોટો ભષ્ટ્રાચાર આચરવામાં આવે છે.

આ ફરિયાદના પગલે પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે શહેરી વિકાસ અધિકારી ધર્મેશ મિસ્ત્રીને પ્લોટ વેલીડેશન પ્રદ્વતિમાં સુધારો કરીને સમય મર્યાદા નક્કી કરવા  આદેશ કર્યો હતો. સાથે જ ડૉકયુમેન્ટ વેરીફિકેશનમાં બીનજરૃરી વિલંબ ના થાય તેની ખાત્રી  આપી હતી.


Google NewsGoogle News