Get The App

દેડિયાપાડાના ધારાસભ્યની અટકાયત બાદ સાંજે મુક્તિ

ધારાસભ્યે અગાઉ જેલભરો આંદોલનની ઘોષણા કરતા પોલીસે અટક કરી લીધી હતી

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
દેડિયાપાડાના ધારાસભ્યની અટકાયત બાદ સાંજે મુક્તિ 1 - image

દેડિયાપાડા,દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વહેલી સવારે રાજપારડી અને અંકલેશ્વર સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે નવાગામ(દેડિયાપાડા) થી અટકાયત હતી. તેમને દેડિયાપાડા પોલીસ સ્ટેશને નજરકેદ રાખ્યા બાદ બોગજ ગામે તેમના નિવાસસ્થાને નજરકેદ રાખ્યા હતા.

અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત થતાં ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા, યોગ્ય વળતરની માંગ કરી મૃતદેહ સ્વીકારવાની ના પાડતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસની ફરજમાં રૃકાવટ અને અન્ય લોકોના જીવ જોખમ મૂકવા બદલ ગુનો તેમની સામે નોંધાયો હતો. પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની એ એફઆઈઆર કરી હતી.

નર્મદા પોલીસે નવાગામ નજીક તેમને રોકી દેતા પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી, બાદમાં એમની અટકાયત કરી દેડિયાપાડા લઈ જવામાં આવ્યા હતા. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.અગાઉ તેમણે જેલ ભરો આંદોલનની જાહેરાત કરી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા ધ્યાને રાખીને પોલીસે તેમની અટકાયત કરી હતી. સાંજે ચાર વાગ્યે તેમને મુક્ત કરાયા હતા.


Google NewsGoogle News