દહેગામથી બાયડ રોડને રૃટમાં આવતાં બ્રિજ સહિત ફોરલેન બનાવવા નિર્ણય
ચિલોડાથી દહેગામ રોડને ફોરલેન કરવાની સાથે
વાહનોની સંખ્યા વધવાથી સર્જાતા અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે રૃપિયા ૧૪૭ કરોડનો ખર્ચ અંદાજ મુકાયો
પાટનગરને જોડતાં મુખ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી
છેલ્લા વર્ષો દરમિયાન વ્યાપકરીતે હાથ પર લેવામાં આવી છે અને આ માર્ગો પહોળા થવાથી
તથા વચ્ચે આવતાં જંકશનો પર ઓવરબ્રિજ અને અન્ડર પાસ આપવામાં આવવાથી માર્ગ પર
ટ્રાફિકનું સંચલન ખુબ સરળ બન્યું છે. પરંતુ આ સમયગાળા દરમિયાન જ ગાંધીનગર જિલ્લાના
મુખ્ય માર્ગો અને જિલ્લાની હદને જોડતા માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ ખુબ વધ્યું છે.
ભારે સહિતના વાહનોની સંખ્યામાં સતત થઇ રહેલા વધારાના કારણે આ માર્ગો પર છાશવારે
અકસ્માતો સર્જાતા રહેવાની સાથે વાહન ચાલકો ટ્રાફિક જામની સમસ્યાથી પિડાવા લાગ્યા
છે. ત્યારે રોડ નેટવર્કને અપગ્રેડ કરવાના પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરના ચિલોડાથી
દહેગામ સુધીના ૧૧ કિલોમીટરના માર્ગને ફોરલેન કરવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું
છે. હવે દહેગામથી બાયડ સુધીના ૧૮ કિલોમીટરના રોડને પણ વચ્ચે આવતા બ્રિજ સહિત
ફોરલેન કરવાની દરખાસ્તને સરકાર દ્વારા મંજુરીનીા મહોર માર દેવાની સાથે આ કામ કરવા
માટે મુકવામાં આવેલા રૃપિયા ૧૪૭ કરોડના ખર્ચ અંદાજને મંજુરી આપી દેવાતાં તંત્ર
દ્વારા વહીવટી પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. કેમ કે આ રૃટમાં રોડને પહોળો કરવામાં
કેટલાક વૃક્ષો પણ નડતર બને છે.