સુરત મ્યુનિ.ની મુખ્ય કચેરીની કેન્ટીન સખી મંડળોને સોંપવાનો નિર્ણય

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
સુરત મ્યુનિ.ની મુખ્ય કચેરીની કેન્ટીન સખી મંડળોને સોંપવાનો નિર્ણય 1 - image


કર્મચારીઓને ખાદ્ય પદાર્થ ગુણવત્તાવાળો મળે અને મહિલાઓને રોજગારી મળે તે માટે પાલિકાનો નિર્ણય

  સુરત,

સુરતના મુગલીસરા વિસ્તારમાં પાલિકાની મુખ્ય કચેરી આવી છે આ કચેરીમાં કેન્ટીન પણ છે અને કોન્ટ્રાક્ટથી કેન્ટીન ચલાવવા માટે આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી  પાલિકા દ્વારા મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસ કરવામા આવે છે તેમાં પાલિકાની મુખ્ય કચેરી ખાતેની કેન્ટીન નો કોન્ટ્રાક્ટ સખી મંડળને મળે તે માટે નિર્ણય કરાયો છે.

આ અંગે માહિતી આપતા સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે, સુરત પાલિકાના કર્મચારીઓને વધુ ગુણવત્તાવાળો અને પૌષ્ટિક આહાર મળે  તેની સાથે સખી મંડળની ગરીબ મહિલાઓને રોજગારી મળે તે માટે કેન્ટીન નો કોન્ટ્રાક્ટ સખી મંડળને આપવાનો નિર્ણય કર્યો છે.   જ્ય સરકારની વિવિધ યોજનાઓના પણ લાભ સખીમંડળોને આપવામાં આવે છે. સખીમંડળમાં ગરીબ વર્ગની મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે જોડાય છે જેથી આવી મહિલાઓ આથક સધ્ધર થાય તેવા હેતુસર પાલિકા દ્વારા  સહાય પુરી પાડવામાં આવી રહી છે.જેમાં વધુ એક ઉમેરો કરીને પાલિકાની મુખ્ય કચેરીની કેન્ટીન પણ સખીમંડળોને ચલાવવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સખીમંડળની બહેનો જેમ પોર્ટલ પરથી બીડ ભરી શકશે જેની બીડ લાગે તે સખીમંડળને કેન્ટીન ચલાવવા અપાશે.


Google NewsGoogle News