Get The App

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જન્મ-મરણ શાખાની સેવાઓનું વિકેન્દ્રીકરણ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જન્મ-મરણ શાખાની સેવાઓનું વિકેન્દ્રીકરણ 1 - image


વડોદરા કોર્પોરેશનના આરોગ્ય શાખા હસ્તક જન્મ-મરણ શાખાની ડેટલીક સેવાઓનું વિકેન્દ્રીકરણ ક૨વામાં આવ્યું છે. વિકેન્દ્રીકરણના ભાગરૂપે તા.01 જાન્યુઆરી 2025થી નવી કાર્યપ્રણાલીને અનુસરવાનું રહેશે. તા.01/01/2025થી વડોદરા શહેરી વિસ્તારના નાગરીકો જ્યાં જન્મ-મરણ બનાવની નોંધ કરાવી હોય તે U-PHC (Urban Primary Health Centre) પર નોંધવામાં આવેલ જન્મ અને મરણ પ્રમાણપત્રોમાં સુધારા કરી પાલિકાની વેબસાઈટ vmc.gov.in પર Online Payment કર્યેથી Urban Primary Health Centre પરથી પ્રમાણિત નકલ મળી રહેશે. ચાલુ વર્ષની જન્મ-મરણ નોંધમાં સુધારા-વધારા તથા તેની પ્રમાણિત નકલો જન્મ-મરણ નોંધણી શાખાની અન્ય કામગીરી જેવી કે ડીસેમ્બર 2020થી અને તે અગાઉના બાળકના જન્મ પ્રમાણપત્રમાં નામ નોંધ, જન્મ-મરણ પ્રમાણપત્રમાં સુધારા-વધારા, અપ્રાપ્ય પ્રમાણપત્ર મુખ્ય કચેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, માંજલપુર ખાતે કરવાની રહેશે.


Google NewsGoogle News