Get The App

હળવદના ટીકરમાં કૂવો ખોદતી વેળાં ઝેરી ગેસ નીકળતા અગરિયાનું મોત

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
હળવદના ટીકરમાં કૂવો ખોદતી વેળાં ઝેરી ગેસ નીકળતા અગરિયાનું મોત 1 - image


ગેસ ગળતર થતાં મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અન્ય બે અગરિયાને તાકિદે સારવારમાં ખસેડયા, ઘટનાના પગલે પોલીસ દોડી ગઈ

હળવદ, : હળવદ તાલુકાના ટીકરના રણમાં  કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનુ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

અગરિયાઓની મીઠાની મોસમ શરૂઆત થતા અગરિયાઓ પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી મીઠું પકવવાનું કામની શરૂઆત કરી રહ્યા છે . અહી રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવાઓ ખોદી એ પાણી અગરમાં વાપરે છે અહી રણમાં આવા સેંકડો કૂવાઓ છે .આઉપરાંત ખારા પાણીને મેળવવા માટે  બોર પણ બનાવે છે.  એ કૂવાનીઆસપાસ જ હોય છે જયારે ચોમાસુ આવેએ વખતે બોરને ભીની માટીથી કામચલાઉ બંધ કરી દે છે. આવા રણ વિસ્તારમા આશરે 500 જેટલા કૂવા બોર છે. જયારે આવા બોર કે કૂવા ખોદવામાં આવે ત્યારે એમાંથી મોટા જથ્થામાં ગેસ નીકળી પડે છેે.એ વખતે અગરિયાઓને ગૂંગણામણનો સામનો કરવાની નોબત આવે છે. 

હાલ અગરિયાઓમાં કૂવા ગાળવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુરૂવારે તાલુકાના  ટિકર(રણ) ગામે અગરિયા પરિવારો ત્યાંરે કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. 30) રહે. સુંદરગઢનું મૃત્યુ થયું છે. જ્યારે સાગર અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. ૨૫) રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા (ઉ.વ. 25)ને  શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર બાદ વધુ  સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે . જ્યારે ટીના ભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે રણ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટનાથી એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે અગરિયાઓ સારવાર હેઠળ છ.



Google NewsGoogle News