ચોખંડી વિસ્તારમાંથી બીમાર મળેલા યુવાનનું મોત
યુવાનને શરદી, ખાંસી, તાવ, પેટમાં દુખાવો તથા અશક્તિ હતા
વડોદરા,ચોખંડી વિસ્તારમાંથી શરદી, ખાંસીની તકલીફ સાથે મળી આવેલા યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.
ચોખંડી એસ.કે. બેગ સેન્ટર ગાયત્રી ખમણની સામેથી ભરત એસ. શબનાની (ઉં.વ.૩૪) બીમાર હાલતમાં મળી આવતા તેને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. દર્દીને શરદી, ખાંસી, તાવ, પેટમાં દુખાવો, ગભરામણ તથા અશક્તિની ફરિયાદ હતી. સયાજીમાં ટૂંકી સારવાર બાદ આજે સવારે સાડા આઠ વાગ્યે તેનું મોત થયું હતું. મૃતકના સગાઓની વાડી પોલીસે શોધખોળ શરૃ કરી છે.