કોડીનારના દરિયામાં થર્મોકોલ પર બેસી રમતા બે બાળકો ડૂબ્યા, બન્નેના મોત
Death Due To Drowning In Kodinar: કોડીનાર તાલુકાના માઢવાડ ગામે બે બાળકોના ડૂબી જવાની કરૂણ ઘટના સામે આવી છે. ગુરૂવારે (20મી માર્ચ) બે બાળકો શાળાએથી છુટ્ટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા. આ દરમિયાન પાવન થોડો તેજ હોવાના કારણે બન્ને બાળકો દરિયાની અંદર તણાયા હતા, જેના કારણે બંનેના મૃત્યુ થયા હતા.
બાળકોના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ
મળતી માહિતી અનુસાર, માઢવાડ ગામના 8 વર્ષીય સાહિલ પાંજરી અને 12 વર્ષીય દેવરાજ ગોહિલ શાળાએથી છૂટીને દરિયામાં થર્મોકોલ ઉપર બેસી રમતા હતા. તે સમયે પવનની લહેરખી આવતા બાળકો દરિયામાં તણાયા હતા. આ ઘટનાની જાણ એક યુવકને થતા ગામ લોકોને કરી હતી. ત્યારબાદ ગામના માછીમાર યુવાનો દ્રારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ
ભારે શોધખોળ બાદ સાહિલ અને દેવરાજનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યા હતા. બાળકોના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.