નવસારીના વિરાવળ ગામની સીમમાંથી પૂર્ણા નદી કિનારેથી અજાણ્યા યુવાનની લાશ મળી
Navsari Youth Drowning : નવસારીને અડીને આવેલા વિરાવળ ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદી કિનારે સ્મશાનભૂમિ નજીક અજાણ્યા 35 વર્ષીય મુસ્લિમ યુવાનની લાશ મળી આવી હતી.
પૂર્ણા નદી કિનારેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અને નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઇ લાશ બહાર કાઢી હતી. મરનાર અજાણ્યો યુવાન શરીરે મધ્યમ બાંધો ઘઉં વર્ણ અને સાડા પાંચ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવે છે. તેમજ શરીરે કાળા રંગનું શર્ટ પેહરેલ છે. આ બનાવ અંગે રૂરલ પોલીસમાં વિરાવળ ગામે ફળ મહોલ્લામાં રહેતા સામાજિક કાર્યકર નરેશભાઈ લલ્લુભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એચ.આર.બારોટ કરી રહ્યા છે. અજાણ્યા મૃતક યુવાનના વાલીવારસોને રૂરલ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.