નિવૃત્ત આર્મી જવાનનું મોત થતા મૃતદેહનું દાન
સાવલીની એક ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરાયું
વડોદરા,માંજલપુરમાં રહેતા નિવૃત્ત આર્મી જવાનનું મોત થતા તેમની ઇચ્છા મુજબ તેમના મૃતદેહનું મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરવામાં આવ્યું હતું.
માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતા દિપકભાઇ કર્ણીક આર્મીમાંથી રિટાયર્ડ થયા હતા. એકલા જ રહેતા દિપકભાઇ તેમના મિત્રને જણાવતા હતા કે, મારા મૃત્યુ પછી મૃતદેહનું દાન કરવું. ગઇકાલે તેઓનું મોત થતા તેમના મૃતદેહનું તેમના મિત્ર દ્વારા સાવલીની ખાનગી કોલેજમાં દાન કરવામાં આવ્યું હતું.ખાનગી સંસ્થાના સંચાલકે તેમના મૃતદેહને વિદ્યાર્થીઓ માટે સ્વીકાર્યો હતો. તેમનું જણાવવું છે કે, આ રીતે લોકો દેહદાન અને ઓર્ગન ડોનેટ કરે તો સમાજ માટે આશીર્વાદ રૃપ સાબિત થાય છે.