વડોદરાના સિંધરોટ પાસે મહી નદીમાંથી 4 યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ, પોલીસ દોડતી થઇ
Vadodara: વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સિંધરોટ પાસે મહી નદીમાંથી ચાર યવકોના મૃતદેહ મળી આવ્યા છે. ચારેય યુવકોના મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મૃતદેહ કોટના તરફથી સિંધરોટ તણાઈ હોવાની વાત સામે આવી રહી છે.
ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે. જેના પગલે લોકો ઠંડક મેળવવા માટે નદી કે તળાવોમાં ન્હાવવાની મજા માણતા હોય છે. જોકે ન્હાવા દરમિયાન ડૂબવાના અનેક કિસ્સાઓ અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આવી જ કઈક ઘટનાના દ્વશ્યો વડોદરાના સિંધરોટ નજીક આવેલી મહી નદીમાં જોવા મળ્યા હતા. જ્યાં એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
ચારેય યુવકોના મોત અંગે સાચુ કારણ જાણી શકાયું નથી
હાલ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચારેય યુવકો નદીમાં ન્હાવા માટે આવ્યા હતા. જો કે હજુ સુધી ચારેય યુવકોના મોત અંગે સાચુ કારણ જાણી શકાયું નથી. ચારેય યુવકોના મૃતદેહ મળી આવ્યાની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ સાથે પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓએ દોરડા વડે ચારેય મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તાલુકા પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતદેહની ઓળખ થઈ શકી નથી
હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. અને ચારેય યુવકો ક્યાં ગામના હતા તેની પણ કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. કેટના મહી નદીમાં મનાઈ છે તેમ છતાં અનેક લોકો અહીં મુલાકાત લેવા પહોંચે છે. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં જ રાજ્યમાં પોઈચા, મોરબી અને ભાવનગરમાં ડૂબવાની ઘટના બની છે.