Get The App

આયુર્વેદને સમર્પિત પદ્મશ્રી એવોર્ડ મેળવનાર દયાળજી મુનિનું ટંકારામાં નિધન

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
આયુર્વેદને સમર્પિત પદ્મશ્રી એવોર્ડ મેળવનાર દયાળજી મુનિનું ટંકારામાં નિધન 1 - image


4 વેદોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર સંસ્કૃત ભાષાના વિદ્વાન શિક્ષક, સમાજ સુધારક અને સંશોધકને ગાર્ડ ઓફ ઓનર આપી  અંતિમ વિદાયમાન

ટંકારા, : ટંકારામાં વસતા દયાળજી મુનીએ આયુર્વેદ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું હોય તે ઉપરાંત તેઓએ ચાર વેદોનો ગુજરાતી અનુવાદ કરેલ હોય અનેકવિધ સેવાકીય કાર્યોમાં આજીવન ખપાવનાર દયાળજીમુનીને આ વર્ષે જ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો તેવા દયાળજી મુનિનું આજે 89 વર્ષની વયે અવસાન થતા ટંકારા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

26 જાન્યુઆરી 2024ના રોજ પ્રજાસત્તાક પર્વ નિમિતે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર વ્યક્તિને ભારત સરકાર પદ્મશ્રી એવોર્ડ એનાયત કરતી હોય છે જેમાં ટંકારાના દયાળજી મુની તરીકે જાણીતા દયાળજીભાઈ માવજીભાઈ પરમારને મેડીસીન ક્ષેત્રમાં અનન્ય યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ટંકારામા દયાલમુનિ તરીકે જાણીતા 89 વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રે વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા છે. તેઓનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ ટંકારામાં થયો હતો.દયાલમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે. તેઓને અગાઉ પણ અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું તેઓએ ગૌરવ વધાર્યું હતું 

આજે દયાળમુનીનું 89  વર્ષની વયે નિધન થયું હતું ત્યારે તેમની અંતિમયાત્રામાં ટંકારા ધારાસભ્ય, ટંકારા મામલતદાર સહિતના અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી તેમને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.


Google NewsGoogle News