પિતાએ રસોઇ બાબતે ઠપકો આપતા પુત્રીનો આપઘાત
સુભાનપુુરા અતિથિગૃહ પાસે દીવાલની પાછળ જઇને ગળા ફાંસો ખાધો
વડોદરા,સુભાનપુરા હાઇ ટેન્શન રોડ અતિથિગૃહ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી ૧૫ વર્ષની કિશોરીને પિતાએ રસોઇ બનાવવા માટે ઠપકો આપતા તેણે આવેશમાં આવીને આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુભાનપુરા હાઇટેન્શન રોડ અતિથિગૃહ પાસે શ્રમજીવીઓ પડાવ નાંખીને રહે છે. ગઇકાલે એક શ્રમજીવી પરિવારનું દંપતી મજૂરી કામ કરીને પરત ઘરે આવ્યું હતું. ત્યારે તેમની પુત્રીએ રસોઇ બનાવી નહીં હોવાથી પિતાએ પુત્રીને ઠપકો આપી એક તમાચો મારી દીધો હતો. આવેશમાં આવીને પુત્રીએ અતિથિગૃહની દીવાલ પાછળ જઇને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાતે વોચમેનને આ અંગે જાણ થતા તેણે પરિવારને જાણ કરી હતી. બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.