દત્ત જયંતિની ભાવભેર ઉજવણી, ગરૃડેશ્વરમાં ત્રણ રાજ્યોમાંથી ભક્તો આવ્યા
વડોદરાઃ આજે દત્ત જયંતિ નિમિત્તે દત્ત મંદિરોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.જ્યારે,ગરૃડેશ્વરમાં ત્રણ રાજ્યોમાંથી ભક્તો આવ્યા હતા.
દત્ત જયંતિ નિમિત્તે ગરૃડેશ્વર,નારેશ્વર સહિતના દત્ત મંદિરોમાં સવારથી ભાવિકો ઉમટી રહ્યા હતા અને પાદૂકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
ગરૃડેશ્વર ખાતે પૂ.વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના સમાધિ સ્થળે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ભક્તો ઉમટયા હતા.ભગવાનની પાલખીયાત્રાએ પણ રંગ જમાવ્યો હતો.