Get The App

પશ્ચિમના વિવિધ વિસ્તારમાં તા. 13 સાંજે, તા. 14મીએ સવારે પાણી નહીં મળે

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
પશ્ચિમના વિવિધ વિસ્તારમાં તા. 13 સાંજે, તા. 14મીએ સવારે પાણી નહીં મળે 1 - image


વડોદરા શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં હરીનગર જંકશન થી સુભાનપુરા ટાંકી તથા હરીનગર ટાંકી સુધી નવી ફીડર લાઇન નાખવામાં આવેલ છે જેને મુખ્ય ફીડર લાઇન સાથે હરીનગર પાંચ રસ્તા પાસેની જોડવાની કામગીરી તા. ૧૩મીએ શુક્રવારે સવારે પાણી વિતરણ બાદ શરૂ કરાશે જેથી સુભાનપુરા ટાંકી સહિત આસપાસના વિસ્તારમાં સાંજના સમયનું પાણી વિતરણ કરાશે નહીં અને બીજા દિવસે સુભાનપુરા ટાંકી ગાયત્રી નગર ટાંકી વાસણા ટાંકી હરીનગર ટાંકી અને ટાંકી ખાતેથી સવારના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમજ તા ૧૪મીએ સુભાનપુરા ટાંકી ગાયત્રી નગર ટાંકી હરીનગર ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી હળવા દબાણથી અને ઓછા સમય માટે અપાશે જેની નોંધ લેવા પાણી પુરવઠા યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News