ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર

છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા આ બેઠકો ખાલી પડી છે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર 1 - image

Gujarat By-Elections: ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન થશે, સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેએ જોયાશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં આ છ બેઠક પરથી પેટાચૂંટણી થશે. ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. જો કે, વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર 2 - image


લોકસભાની સાથે સાથે ગુજરાતની 26 બેઠકો પર સાતમી મેએ મતદાન થશે. ત્રીજા તબક્કામાં યોજાશે ગુજરાતનું મતદાન યોજાશે, ગુજરાત સહિત તમામની મતગણતરી ચોથી જૂનના રોજ થશે. વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેના રોજ થશે. 

લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે

પ્રથમ તબક્કો : 19મી એપ્રિલ

બીજો તબક્કો : 26મી એપ્રિલ

ત્રીજો તબક્કો : સાતમી મે

ચોથો તબક્કો : 13મી મે

પાંચમો તબક્કો : 20મી મે

છઠ્ઠો તબક્કો : 25મી મે

સાતમો તબક્કો: પહેલી જૂન

પરિણામો: ચોથી જૂન

ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ

182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે.

કઈ કઈ બેઠક પરથી કોણે આપ્યા રાજીનામાં?

1. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું.

2. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું.

3. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું.

4. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું.

5. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

6. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ


Google NewsGoogle News