કેબલ ચોરીના ૧૩ ગુનામાં સંડોવાયેલી દંતાણી ગેંગ ઝડપાઈ
માણસા : માણસા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે
બોરકુવા પરથી કેબલ ચોરીને તરખાટ મચાવનાર ગેંગને એલસીબી પોલીસે ઝડપી માણસા સહિત
જિલ્લાના ૧૩ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી
દેવામાં આવ્યા છે.
પોલીસે
હરણાંહોડા ગામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે,
જેમાં અલ્પેશ પ્રહલાદભાઇ દંતાણી,
વિપુલ ઉર્ફે લલ્લો દશરથભાઇ દંતાણી અને રાહુલ દશરથભાઇ દંતાણીનો સમાવેશ થાય છે.આ
ગેંગ છેલ્લા બે વર્ષથી ગોઝારીયાથી માણસા સુધીના વિસ્તારમાં સક્રિય હતી. તેઓ
રાત્રિના સમયે પરિચિત કે સંબંધીની રિક્ષા ભાડે લઈને કેનાલની આસપાસના ખેતરોના
બોરકૂવા અને ગોઝારીયા જીઆઇડીસીમાંથી કેબલની ચોરી કરતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં
૧૩ જેટલા ગુનાને અંજામ આપ્યાની કબૂલાત કરી છે.