મુન્દ્રાના જાહેર વિસ્તારની બંધ જોખમી ઇમારત જીવલેણ સાબિત થઈ શકે
મુંદરા : કચ્છમાં હજુ પણ ભૂકંપનાં આંચકા ચાલુ છે અને વિનાશક ભૂકંપને ૨૩ વર્ષ થવા જઈ રહ્યા છે.ત્યારે મુંદરા શહેરમાં ઘણી ઇમારતો જર્જરિત હાલતમાં ફેરવાયેલી છે અને જાહેર વિસ્તારમાં આવેલ આ ઇમારતો જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
મુન્દ્રાના ભાટિયા ચકલા નજીક આવેલ એક બંધ હાલતમાં પડેલ ઇમારત ગમે ત્યારે ધબાય નમઃ થઈ શકે છે અને આ ઇમારતનો છાત્રાઓ તેમજ ખાનગી કંપનીમાં ફરજ બજાવતા હજારો લોકો અને શહેરીજનો અહીંથી પસાર થઈ રહ્યા છે. અગાઉ ભૂતકાળમાં આ ઇમારતનો મલબો ઘણી વાર જાહેર રસ્તા પર પડયો છે. આ બંધ હાલતમાં પડેલ જર્ર્જરિત ઇમારતની કોઈ પૂછા કરવા વાળો નથી અને સ્થાનિક પ્રશાસન એ કોઈ જીવલેણ અકસ્માત સર્જાય એ પહેલા તાત્કાલિક નિર્ણય લેવા જાગૃત નાગરિકોની માંગણી છે.