Get The App

દમણમાંથી ઝડપાઈ મદારી ગેંગ: વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવી કરતા લૂંટ, 200 થી વધુ ગુનાને આપ્યો અંજામ

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
દમણમાંથી ઝડપાઈ મદારી ગેંગ: વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવી કરતા લૂંટ, 200 થી વધુ ગુનાને આપ્યો અંજામ 1 - image


Gujarat Crime: સંઘ પ્રદેશ દમણમાંથી છેલ્લાં ઘણાં સમયથી વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ દાગીના તેમજ રોકડ રકમ પડાવી લેવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે દમણ પોલીસે આ તમામ કેસ ભેગા કરી તપાસ હાથ ધરતા મદારી ગેંગનો પર્દાફાશ થયો હતો. આ ગેંગના સભ્યો ફક્ત વૃદ્ધ મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવતી અને તંત્ર-મંત્ર અને ચમત્કારોની વાતો કરી તેઓનું વશીકરણ કરી તેમના દાગીના તેમજ નાણાં પડાવતાં. 

શું છે સમગ્ર માહિતી? 

સંઘ પ્રદેશ દમણમાં છેલ્લાં ઘણાં સમયથી વૃદ્ધ મહિલાઓ સાથે લૂંટના એકલ-દોકલ અનેક કિસ્સા સામે આવ્યા હતાં. દમણના કચીગામ, સોમનાખ ડાભેલ અને આંટિયાવાડ વિસ્તારમાંથી ત્રણ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમનું વશીકરણ કરી સોના-ચાંદીના દાગીના પડાવી અજાણ્યા શખસો ફરાર થઈ ગયાની ફરિયાદ આવી હતી. બાદમાં સતત ત્રણ દિવસ સુધી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીને શોધવાનું શરૂ કર્યું. પોલીસે આસપાસના વિસ્તારમાંથી વિવિધ 80થી વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસની તપાસ કરી હતી, તેમજ વિસ્તારના તમામ સીસીટીવી પર ચકાસવામાં આવ્યા હતાં. જેમાંથી મળેલા પુરાવાના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના બે આરોપી ઈરફાન શાકિર અહેમદ અને સિકલ ઉર્ફે શેરખાન તેમજ તેમની મદદ કરનાર દમણના રીક્ષા ચાલક રાધે કુમાર યાદવને પકડી પાડ્યા છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં દીકરાએ કરી પિતાની હત્યા, ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવ

ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ત્રણેય આરોપીને પકડી પૂછપરછ કરતાં દમણ પોલીસે ત્રણ ગુનાના ભેદ ઉકેલી દીધા હતાં. જેમાં કચીગામ, સોમનાખ ડાભેલ અને આંટિયાવાડ વિસ્તારમાં વૃદ્ધ મહિલાને હિમ્પ્નોટાઇઝ કરી દાગીનાની લૂંટ કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપી પાસેથી 28 ગ્રામ સોનાના દાગીના, રીક્ષા, રોકડ રકમ અને મોબાઈલ સહિત અંદાજે 3.10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આ પણ વાંચોઃ શિક્ષકો બાદ પોલીસ પર ગાજ, વિદેશ ફરવા ગયેલા 4 પોલીસકર્મી સસ્પેન્ડ, 9 સામે તપાસના આદેશ

નોંધનીય છે કે, પોલીસ તપાસમાં આરોપીને જાણ થઈ કે, આ તમામ આરોપીઓ મદારી ગેંગના સાગરીતો છે. આ આરોપીઓએ અત્યાર સુધી 200થી વધુ લોકોની આ રીતે લૂંટ કરી ચુક્યા છે. હાલ, દમણ પોલીસે ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લઈ ગુનાહિત ભૂતકાળ વિશે તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News