Get The App

રણછોડરાયના ભક્તોને દેવ દિવાળીની ભેટઃ હવે તમામ શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરના શિખરે ચઢાવી શકશે ધજા

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
રણછોડરાયના ભક્તોને દેવ દિવાળીની ભેટઃ હવે તમામ શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરના શિખરે ચઢાવી શકશે ધજા 1 - image


Dakor News: દેવ દિવાળીના પર્વને લઈને આજે રાજ્યભરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે દેવ દિવાળીના આ પાવન અવસર પર શામળાજીના ભક્તો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. દેવ દિવાળીના દિવસે જ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે કે, હવે ભક્તો મંદિરના શિખર પર ધજા ચઢાવી શકશે. જેના માટે ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ પણ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ દેવ દિવાળીના દિવસે વડોદરામાં ભગવાન નરસિંહજીનો વરઘોડો : નાના અને મોટા નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા ભક્તજનો ઉમટ્યા

દેવ દિવાળીએ ભક્તોને ભેટ

એવી માન્યતા છે કે, દેવ દિવાળીના દિવસે ડાકોરના ભક્તરાજ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારકાધીશ દેવભૂમિ દ્વારકા છોડીને ડાકોર પધાર્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી ડાકોરમાં દેવ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાનને દ્વારકાથી ડાકોર આવ્યાને આજે 869 વર્ષ પૂર્ણ થઈ 870માં વર્ષમાં પ્રવેશતા ટેમ્પલ કમિટીએ ભક્તોને ખાસ ભેટ આપવાનો નિર્ણય કર્યો હતો. જે હેઠળ તમામ ભક્તો હવે ડાકોરના શિખર પર ધજા ચઢાવી શકાશે. 

આ પણ વાંચોઃ સિદ્ધપુરમાં સાત દિવસીય કાત્યોકનો મેળો શરૂ, સરસ્વતીના કાંઠે ખાડાના પાણીમાં તર્પણ કરવા લોકો મજબૂર

કમિટીનો મહત્ત્વનો નિર્ણય

ડાકોર ટેમ્પલ કમિટીના નિર્ણય મુજબ, દરેક ભક્તો યથાશક્તિ ભેટ ભગવાનના ચરણોમાં મૂકી નાના શિખર પર ધજા ચઢાવી શકશે. જોકે, મુખ્ય શિખર પર ધજા ચઢાવવા માટેનો નિયમ યથાવત્ રાખવામાં આવ્યો છે. જેમાં મોટા શિખર પર ધજા ચઢાવવા માટે 500 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે.  


Google NewsGoogle News