દિવ્યાંગ બાળકો માટે રોજની મફત ઓ.પી.ડી. શરૃ કરાઇ
૫૧ બાળકો માંથી ૨૮ બાળકોની શૈક્ષણિક ફી હાલમાં ચૂકવવામાં આવી
વડોદરા,વડોદરા આઈએમએ દ્વારા આ એક પાઈલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે . જેમાં દિવ્યાંગ બાળકોને મદદરૃપ થવા માટેે રોજની ફિઝિયોથેરાપીની ઓપીડી તદ્દન મફતમાં શરૃ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં એક હજારથી પણ વધારે દિવ્યાંગ બાળકો છે. તેમાંથી ૫૧ બાળકોને આઈએમએ વડોદરા અને એન.જી.ઓ. દ્વારા દત્તક લેવામાં આવ્યો છે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના અધ્યક્ષ અને આઇએમએ ગુજરાતના ઉપાધ્યક્ષ ડા. મિતેશભાઇ શાહે વધુમાં જણાવ્યું છે કે, બાળકોની તબીબી અને સ્વાવલંબનની તમામ જવાબદારી આઈએમએ વડોદરા દ્વારા લેવામાં આવી છે. ૫૧ બાળકો માંથી ૨૮ બાળકોની શૈક્ષણિક ફી હાલમાં ચૂકવવામાં આવી છે. મેડિકલ સેવાના ભાગરૃપે ફિઝિયોથેરાપીની સાથે ફિઝિશિયન, બાળ રોગ નિષ્ણાંત, સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપીની ઓ.પી.ડી.ની સેવાઓ તદ્દન મફતમાં વડોદરા આઈએમએ ખાતે પણ આપવામાં આવશે.