દારુ પહોંચાડવાની નવી મોડસ ઓપરેન્ડી: ટેમ્પોની અંદર જનરેટર જેવી બોડીમાં છુપાવી હતી 578 પેટી
Dahod News : ગુજરાતના અમદાવાદ, દાહોદ સહિતમાં બુટલેગરો અલગ-અલગ કિમિયો અપનાવીને દારુની હેરાફેર કરતાં હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘુસાડવાની અલગ મોડસ ઓપરેન્ડીનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શંકાસ્પદ જણાતા ટેમ્પોને રોકીને તપાસ કરી હતી. જેમાં જનરેટર જેવા આકારનું કન્ટેનર મળી આવતા પોલીસે કન્ટેનરનું છાપરું તોડીને ચકાસ્યું હતું, જેમાંથી 578 પેટી વિદેશી દારુની પેટી ઝડપાય. સમગ્ર મામલે દાહોદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
દાહોદથી 578 વિદેશી દારુની પેટીઓ ઝડપાય
રાજસ્થાન સહિતના રાજ્યમાંથી ગુજરાતમાં દારુ ઘુસાડવામાં આવતો હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘુસાડવાની અલગ મોડસ ઓપરેન્ડીનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઘટના એમ છે કે, રાજસ્થાનના બુટલેગરે પંજાબથી દારુ મંગાવીને ગુજરાતમાં પહોંચાડવાનો હતો. જેમાં એક ટેમ્પોમાં જનરેટર જેવી બોડી ધરાવતા કન્ટેનરમાં દારુ છુપાવની દાહોદ પહોંચાડવામાં આવી રહ્યો હતો.
જ્યારે ચેકિંગમાં દરમિયાન પોલીસને ટેમ્પો શંકાસ્પદ લાગતા તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પોલીસે કન્ટેરનરનું છાપરું તોડીને ચેક કરતાં 578 વિદેશી દારુની પેટીઓ ઝડપી પાડી હતી. સમગ્ર મામલે પોલીસે ટેમ્પામાં દારુ લઈને જતા શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
આ પણ વાંચો: અમરેલીમાં બાળકોને પાંજરે પુરવાનો વારો આવ્યો, દીપડાની બીકે એક પિતા બન્યા મજબૂર
દાહોદના એસપીએ જણાવ્યું હતું કે, 'સીરોહી રાજસ્થાનના બુટલેગરે પંજાબના ચંદીગઢથી દારુ મંગાવીને ગુજરાતમાં પહોંચાડવા માટે મધ્યપ્રદેશનો રૂટ લીધો હતો. જેમાં ગુજરાતના ડીસાના વાહનનો ઉપયોગ થયો હતો. વાહનમાં મશીન ટાઈપનું આઉટર લૂક જેવું તૈયાર કરેલું મશીન મળી આવ્યું હતું. જેને લઈને પોલીસને શંકા જતા સમગ્ર મામલે તપાસ કરી હતી. જેમાં આશરે 52 લાખની કિંમતની વિદેશી દારુની પેટીઓ મળી આવી હતી. જ્યારે બુટલેગરો દ્વારા દારુ પહોંચાડવા માટે વાહન મોડિફાય કરવાની અલગ મોડસ ઓપરેન્ડી બહાર આવી છે, ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. '