VIDEO: ગુજરાત પોલીસે ડ્રોન ઉડાવીને ચોરની ઝડપી પાડ્યો, DGPએ વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો પોસ્ટ
Dahod Police Dron Video : ગુજરાતમાં ચોરી, લૂંટ સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજ્ય પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ટેક્નોલોજીનો સહારો લેવામાં આવે છે. જેમાં દાહોદ પોલીસે ડ્રોન ઉડાવીને ચોરને ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો DGPએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જ્યારે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ડિજિટલ યુગમાં રાજ્ય પોલીસ વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે નવીનત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, ત્યારે દાહોદ પોલીસે ડ્રોન ઉડાવીને મંદિરમાં ચોરી કરનારા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. આ મામલે DGPએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, આરોપી બહુ દુર સુધી ભાગી રહ્યો છે અને પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતાના સમાચાર, સાત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી
દાહોદ પોલીસની આ કામગીરીને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર શેર કરીને જણાવ્યું હતું કે, 'ડ્રોન અને સંબંધિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ ગુનાઓ શોધવામાં વધુને વધુ સફળતા મેળવી રહી છે. દાહોદ SPએ તેમના આ કાર્ય દ્વારા ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ટીમને અભિનંદન! ચાલો આ ટેકનોલોજીનો ઉપયોગ વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરીએ.'