એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો કબ્જો

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો કબ્જો 1 - image


Dahod Election Constituency Result 2024 :  લોકસભા ચૂંટણી 2024નું આજે 4 જૂનના રોજ પરિણામો જાહેર થઈ ગયા છે. દાહોદ લોકસભા બેઠક ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતુ છેલ્લા બે દાયકાથી આ બેઠક પર ભાજપે કબ્જો જમાવી લીધો છે. દાહોદની ગુજરાત લોકસભા બેઠક પર ફરી કમળ ખીલ્યું છે. ભાજપે ફરી આ બેઠક નિવર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને રિપીટ કર્યા હતા. છેલ્લા 10 વર્ષોની વાત કરીએ તો ભાજપ સતત આ બેઠક પર પોતાનું વર્ચસ્વ બનાવી ચૂકી છે. છેલ્લી બે ટર્મમાં ભાજપના જશવંત ભાભોર સાંસદ તરીકે અહીંથી ચૂંટાયા હતા. અને આ વખતે પણ તેઓએ આ બેઠક પરથી બહુમતિથી જીત મેળવી છે. 

એક સમયે દાહોદ જિલ્લામાં કોંગ્રેસની મજબૂત પકડ હતી

રીંછના અભયારણ્ય માટે જાણીતા દાહોદ જિલ્લામાં એક સમયે કોંગ્રેસની મજબૂત પકડ હતી, પરંતુ હવે આ બેઠક પર ભાજપે પોતાનો ગઢ બનાવી લીધો છે. ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે દાહોદ કે જે આદિવાસી વિસ્તાર છે. જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થતા હોય છે. આ વખેત આ બેઠક ભાજપના જશવંતસિંહ અને કોંગ્રેસના ડો. પ્રભા તાવડિયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના જશવંતસિંહ ભાભોરની જબરજસ્ત જીત થઈ છે

દાહોદમાં ભાજપે જશવંત સિંહ ભાભોરને રિપીટ કર્યા હતા 

દાહોદમાં ભાજપે ફરી એકવાર જશવંત સિંહ ભાભોર પર વિશ્વાસ દાખવ્યો હતો. ફરી એકવાર તેમને ટિકિટ આપીને દાહોદના ઉમેદવાર જાહેર કર્યા હતા. જેના કારણે કોંગ્રેસ માટે આ બેઠક પર મત મેળવવા ખૂબ મુશ્કેલ બન્યું હતું. કોંગ્રેસે આ બેઠક પર ડો. પ્રભા તાવડિયાને ઉભા રાખ્યા હતા. ગઈ વખતે કોંગ્રેસે આ બેઠક પર બાબુ કટારાને ટિકિટ આપી હતી, જેમનો જશવંત સિંહ ભાભોર સામે 1,27,596 વોટથી પરાજય થયો હતો. 

સૌથી વધુ મહિલા મતદારો ધરાગુજરાતની એકમાત્ર લોકસભા બેઠક 

ગુજરાતમાં લોકસભાની પાંચ બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભાની 15 બેઠક એવી છે, જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોનું પ્રમાણ વધારે છે. જો કે લોકસભા બેઠકોની વાત કરવામાં આવે, તો દાહોદમાં પુરુષ કરતા મહિલા મતદારો વધુ છે. લોકસભાની દાહોદ બેઠકમાં કુલ 9.23 લાખ પુરુષ મતદાર છે, તો મહિલા મતદાર 9.41 લાખ છે. 

જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી છેલ્લી મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4,94,49,499 મતદારો છે. જે પૈકી 2,39,78,243 મહિલા અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1503 જેટલા થર્ડ જેન્ડર મતદાર નોંધાયા છે.


Google NewsGoogle News