Get The App

રીબડાની મધુર ગેસ એજન્સીના સિલિન્ડર સાયલાની સિરામિક ફેકટરીમાં પહોંચે તે પહેલા પકડાયા

Updated: Mar 10th, 2025


Google News
Google News
રીબડાની મધુર ગેસ એજન્સીના સિલિન્ડર સાયલાની સિરામિક ફેકટરીમાં પહોંચે તે પહેલા પકડાયા 1 - image


- ચોટીલાના નાના કાંધાસર નજીક 95 કોમર્શિયલ સિલિન્ડર કબજે લીધા

- મેટોડા જીઆઈડીસીમાં સિલિન્ડર ફિલિંગ થયા બાદ બારોબાર સગેવગે કરતા હતા : આઇસર ચાલક અને ગેસ એજન્સીના માલીક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર : અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા તાલુકાના નાના કાંધાસર ગામની સીમ પાસે મુસરલીધર હોટલ પાસે આઇસરમાંથી ૯૫ કોમર્શિયલ ગેસ સિલિન્ડર પ્રાંત અધિકારી સહિતની ટીમે ઝડપી પાડયા છે. ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલી મધુર ગેસ એજન્સીના સિલિન્ડર સાયલામાં આવેલી રિસોર્ન સિરામિક કંપનીમાં પહોંચે તે પહેલા પકડાયા હતા. અધિકારીઓએ આઇસર ચાલક અને ગેસ એજન્સીના માલીક સામે કાર્યવાહી હાથ ધરી છે.

નાના કાંધાસર ગામની સીમમાં ચોટીલાના પ્રાંત અધિકારીએ મુરલીધર હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં કોમર્શિયલ રિલાયન્સ કંપનીના એલપીજી ગેસ સિલિન્ડર ભરેલી આઇસર પસાર થતા અટકાવી હતી. તપાસ દરમિયાન આઇસરમાંથી કોમર્શિયલ એલપીજી ગેસના ૯૫ સિલિન્ડર મળી આવ્યા હતા. આઇસર ચાલક વનરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી મળેલી રસીદ તપાસતા સિલિન્ડર ગોંડલના રિબડા ખાતે ડિલેવરી કરવાના હોવાનું માલુમ પડયું હતું. પરંતુ ડ્રાયવરની પુછપરછ કરતાં ગેસ સિલિન્ડર સાયલા ખાતે આવેલી રિર્સોન સિરામિક ફેકટરીમાં લઈ જવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. 

બીલ મુજબ રાજકોટના લોધિકા મેટોડા જીઆઈડીસીમાં આવેલી રિલાયન્સ પેટ્રો માર્કેટીંગ લીમીટેડ ખાતેથી ગેસ સિલિન્ડરનો જથ્થો ભરી રીબડા લઈ જવાના હતા. આમ આઇસર ચાલકની પુછપરછ કરતા દિશા અને સ્થળ અલગ-અલગ જણાઈ આવતા ગેરરીતિ થતી માલુમ પડી હતી. જેમાં ગેસ સિલિન્ડરનો જથ્થો રીબડા લઈ જવાને બદલે સાયલા લઈ જતા હોવાનું, આઇસર પર મોટા અક્ષરે એક્સપ્લોઝી મટીરીયલ્સ અને ઈન્ફલેમેબલ લખવામાં આવ્યું નહોતું. નિયમ મુજબ ગેસ સિલિન્ડર ઉપર માર્કિંર્ંગ અને લેબલીંગ કરવામાં આવ્યું નથી. આયઇરમાં જીપીએસ સિસ્ટમ ચાલુ હાલતમાં ન રાખવી, ગેસ સિલિન્ડરનો જથ્થો ડાયવર્ઝન કરતા હોવાનું પણ માલુમ પડયું હતું. 


Tags :
RibadaMadhur-Gas-AgencyCylinderSayla--ceramic-factory

Google News
Google News