Get The App

આજે રાત્રે વાવાઝોડુ 'દાના'ઓડીશા કાંઠે ત્રાટકશે : ગુજરાતમાં સુકુ-ગરમ હવામાન

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
આજે રાત્રે વાવાઝોડુ 'દાના'ઓડીશા કાંઠે ત્રાટકશે : ગુજરાતમાં સુકુ-ગરમ હવામાન 1 - image


દિવાળી પછી લા નીના પ્રવાહથી મૌસમમાં પલટો આવશે  : ગુજરાતમાં સવારના સમયે આશ્ચર્યજનક ગરમી : દિવાળી નજીક છતાં મિશ્ર ઋતુ શરૂ થઈ નથી, છૂટાછવાયા વાદળો  જારી રહેશે

 રાજકોટ, : દેશમાં એક તરફ ગુજરાત સહિત રાજ્યોમાં વરસાદે માંડ વિરામ લીધો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી દિવાળી સુધી સુકુ અને ગરમ હવામાન રહેવાની આગાહી છે ત્યારે બીજી  તરફ બંગાળની ખાડીમાં  સર્જાયેલ વાવાઝોડુ 'દાના ' પ્રચંડ રૂપ ધરીને આવતીકાલે રાત્રિના કલાકના મહત્તમ ૧૨૦ કિ.મી.ની ઝડપે ઓડીશા અને બંગાળના કાંઠે ત્રાટકશે તેવી ચેતવણી જારી કરાઈ છે.

આજે ઓડીશાના પારદીપથી 460 અને અને પશ્ચિમ બંગાળના સાગર આઈલેન્ડથી 540 કિ.મી.ના અંતરે રહેલ વાવાઝોડુ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાફેરવાઈ રહ્યું છે અને પ્રસિધ્ધ યાત્રાધામ પુરી તથા બાલેશ્વર સહિત ઓડીસાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. કેરલ, તમિલનાડુ, સહિત દ૭ણિ ભારતમાં અને પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદની આગાહી છે તો બીજી તરફ પંજાબમાં ધુમ્મસની આગાહી છે. 

ગુજરાતમાં સવારનું તાપમાન હાલ દિવાળી પૂર્વેના સમયમાં હોય તેના કરતા 5 સે. વધારે રહે છે જેના પગલે લોકોને મિશ્રઋતુનો અનુભવ આ વર્ષે થતો નથી અને તેના બદલે ચોમાસા પહેલા હોય તેવો બફારો અનુભવાય છે. તડકો શરૂ થતા બપોરનું તાપમાન હજુ 2- 3 સે.વધવાની આગાહી છે. આજે પણ રાજકોટ, ભૂજ, નલિયા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વલ્લભવિદ્યાનગર, સહિતના સ્થળે પારો 36 સે.એ પહોંચ્યો હતો જ્યારે ડીસામાં 37 અને કંડલામાં 37.7  સે.તાપમાને અસહ્ય ગરમી અનુભવાઈ હતી. 



Google NewsGoogle News