Cyclone Tej : ચક્રવાત 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે, દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવાયા

હવામાન વિભાગે માછીમારોને 25મી તારીખ સુધી અરબી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

ચક્રવાત તેજને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
Cyclone Tej : ચક્રવાત 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે, દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવાયા 1 - image
Image : pixabya

Cyclone Tej : અરબી સમુદ્ર પર બનેલું ચક્રવાત 'તેજ' ચક્રવાતી તોફાન (cyclonic storm VSCS)માં ફેરવાઈ ગયું છે, ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે (Meteorological Department) એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સમય અનુસાર ચક્રવાત તેજ આજે બપોર પહેલા જ ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની આશંકા છે.

IMDએ X પર જાણકારી આપી

ભારતીય હવામાન વિભાગ  (IMD)એ X(અગાવનુ ટ્વિટર) પર જાણકારી આપતા કહ્યું હતું કે ચક્રવાત તોફાન 'તેજ' (storm 'Tej') 21 ઓક્ટોબર રાત્રે 11.30 વાગ્યે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર (Arabian Sea) પર સોકોત્રા(યમન)થી લગભગ 330 કિમી પૂર્વમાં તેમજ સલાલાહ(ઓમાન)થી 690 કિમી પૂર્વ તથા ગૈદાહ(યમન)ના 720 કિલોમીટર દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે આ વાવાઝોડું આજે બપોરે અત્યંત તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. અરબી સમુદ્ર પર સર્જાયેલું વાવાઝોડું આગામી 25મી તારીખે વહેલી સવારે અલ ગૈદાહ (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચેથી પસાર થવાની શક્યતા છે. 

દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવાયા

ગુજરાતના દરિયાકાંઠે (coast of Gujarat) બિપરજોય વાવાઝોડા બાદ ચક્રવાત 'તેજ'ને લઈને ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. રાજ્યમાં ચાર મહિના પહેલા જ બિપરજોય વાવાઝોડા ( Cyclone Biparjoy)એ તારાજી સર્જી હતી. બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવીના દરિયાકાંઠે (Mandvi coast) ત્રાટક્યું હતું અને વિનાશ વેર્યો હતો ત્યારે હવે ફરી એકવાર દરિયાકાઠે ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. આ ઉપરાંત હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યું છે. આ સિવાય હવામાન વિભાગે માછીમારોને આગામી 25 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડી પર WML ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ હતું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશન (deep depression)માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. બંગાળની ખાડી (Bay of Bengal) પર WML ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ હતું, અને ગઈકાલે ભારતીય સમયઅનુસાર રાત્રે 10.30 વાગ્યાની આસપાસ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીની ઉપર કેન્દ્રિત થયું હતું જે પારાદીપ(ઓડિશા)થી લગભગ 620 કિમી દક્ષિણ, દીધા (પશ્ચિમ બંગાળ)થી 780 કિમી કિમી દક્ષિણ ઓર ખેપુપારા(બાંગ્લાદેશ)થી 900 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું.

Cyclone Tej : ચક્રવાત 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે, દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવાયા 2 - image


Google NewsGoogle News