Get The App

Cyclone Biparjoy : કાલે કેટલા વાગે ક્યાં ત્રાટકશે, કયા વિસ્તારોને ધમરોળશે, ક્યાં કેવી તૈયારી, જાણો તમામ માહિતી

કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર પાસે પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો

વાવાઝોડાની સ્પીડ પ્રતિ કલાકે 150 કિમીએ પહોંચવાની અને કાલે સાંજે 4થી 8 વાગ્યા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના

Updated: Jun 14th, 2023


Google NewsGoogle News
Cyclone Biparjoy : કાલે કેટલા વાગે ક્યાં ત્રાટકશે, કયા વિસ્તારોને ધમરોળશે, ક્યાં કેવી તૈયારી, જાણો તમામ માહિતી 1 - image

અમદાવાદ, તા.14 જૂન-2023, બુધવાર

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકો ચિંતિત બની ગયા છે. વાવાઝોડાને લઈ કોઈ મોટી જાનહાની ન સર્જાય તે માટે રાજ્યના વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ત્યારે હાલ આ વાવાઝોડાની સ્પીડ કેટલી છે... તેના કારણે કયા કયા જિલ્લાઓમાં અસર થશે અને વાવાઝોડાથી કેવી ખાનાખરાબી સર્જાઈ શકે છે, તે અંગે જાણીએ સમગ્ર વિગત...

જખૌ બંદર પાસે પ્રતિ કલાક 125થી 135 કિમીની ઝડપે ફુંકાઈ રહ્યો છે પવન

હાલ વાવાઝોડું બિપરજોયના કારણે રાજ્યના તમામ દરિયાકાંઠાઓ હાઈએલર્ટ પર મુકાયા છે. તંત્ર દ્વારા પણ સંપૂર્ણ તકેદારી હાથ ધરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર પાસે પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે આ સાથે IMDએ જણાવ્યું કે, આ વાવાઝોડું 15મી જૂને સાંજે ટકરાઈ શકે છે. IMDએ લેન્ડફોલ સમયે બિપરજોયની ગતિ પ્રતિકલાક 150 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત IMDએ જણાવ્યું કે, હાલ વાવાઝોડું જખૌથી 280 કિમી દૂર છે.

વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું જખૌથી 280 કિમી દૂર છે. જે ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધશે, જે આવતીકાલે સાંજે 4થી 8 વાગ્યા વચ્ચે લેન્ડફોલ થશે. વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળશે. હાલ વાવાઝોડુ 6 કલાકથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જેના કારણે કચ્છ, મોરબી, દ્વારકામાં ભારે પવન ફૂંકાશે. બિપરજોય હવે જખૌ અને કરાંચી વચ્ચે ટકરાવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

વાવાઝોડું તીવ્ર બનવાની સંભાવના, આ જિલ્લાઓમાં વધુ સતર્કતા

ગુજરાત પર આફત બનીને આવેલા બિપર જોય વાવાઝોડું ટકરાશે તો મોટી ખાનખરાબી સર્જાવાની સંભાવના છે. આ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના કારણે પવનની ગતિ વધારે રહેશે અને દરિયામાં ઊંચા મોજાં ઉછળી શકે છે. તેવામાં જો વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાય ભારે તબાહી સર્જી શકે છે.આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, વલસાડમાં મોટું નુકસાન સર્જી શકે છે. ઉપરાંત વાવાઝોડાને ધ્યાને રાખી NDRFની કચ્છમાં 6, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 2, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. 


Google NewsGoogle News