Get The App

ભારતીય છે તેવું ખબર પડતા કિર્ગીસ્તાનની બોર્ડર પર મિથુનનું ગીત ગાઈને અમારુ સ્વાગત કરાયું

Updated: Jan 30th, 2025


Google News
Google News
ભારતીય છે તેવું ખબર પડતા કિર્ગીસ્તાનની બોર્ડર પર મિથુનનું ગીત ગાઈને અમારુ સ્વાગત કરાયું 1 - image

વડોદરાઃ ૨૧૦ દિવસમાં ૧૬ દેશમાં થઈને ૧૬૮૮૮ કિલોમીટર સાયકલ ચલાવીને વડોદરાથી લંડન પહોંચનાર  શહેરની સાહસિક યુવતી  નિશાકુમારી અને તેમના માર્ગદર્શક નિલેશ બારોટ આજે વડોદરા પરત ફર્યા હતા.વડોદરાની ધરતી પર પગ મુકયા બાદ તેઓ ભાવ વિભોર થઈ ગયા હતા.

નિશાકુમારી અને નિલેશ બારોટે કહ્યું હતું કે, સમગ્ર યાત્રા દરમિયાન રશિયામાં માઈનસ ૧૯ ડિગ્રી ટેમ્પરેચરમાં સાયકલ ચલાવી હતી તો ઉઝબેકિસ્તાનના રણમાં રેતીના તોફાનનો પણ સામનો કર્યો હતો.જોકે સમગ્ર સાહસ યાત્રામાં  ઈશ્વરની કૃપાથી એક પણ વખત પેરાસિટામોલની ગોળી પણ ગળવી પડી નહોતી.શાકાહારી હોવાથી યાત્રા દરમિયાન મોટાભાગના દેશોમાં ભોજનની તકલીફ પડી હતી અને કેટલાક સંજોગોમાં જાતે ખીચડી પણ બનાવીને ખાધી હતી.ભાષાની પણ અડચણ આવી હતી.કારણકે મધ્ય એશિયા અને યુરોપના દેશોમાં લોકો મોટાભાગે તેમની જ ભાષા બોલે છે.

તેમણે કહ્યું હતું કે, તાશ્કંદમાં મળેલા દિલ્હીના એક ભારતીયને જ્યારે ખબર પડી કે રાત્રે કાતિલ ઠંડીમાં અમારે પેટ્રોલ પંપ પર રોકાવું પડે છે ત્યારે તેમણે અમને એક ટેન્ટ ભેટમાં આપી દીધો હતો.મધ્ય એશિયાના દેશોમાં રાજકપૂર અને મિથુન ચક્રવર્તી આજે પણ જાણીતા છે.પીએમ નરેન્દ્ર મોદીની પણ લોકપ્રિયતા છે.કિર્ગીસ્તાનની બોર્ડર પર જવાનોને ખબર પડી કે અમે ભારતથી આવ્યા છે તો મિથુન ચક્રવર્તીનું જાણીતું ગીત જિમ્મી..જિમ્મી...આજા..આજા ગાઈને તેમણે અમારુ સ્વાગત કર્યું હતું.

નિશાકુમારીએ કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની અસર તમામ દેશોમાં દેખાઈ રહી છે.રશિયા સહિતના દેશોમાં બરફ વર્ષા ઘટી હોવાનું ત્યાંના લોકોનું કહેવું છે.


Tags :
cyclist-nisha-kumarivadodaravadodara-to-london-cycle-tour

Google News
Google News