Get The App

'સાહેબ કંટાળો આવે છે, કામ આપો...!', ડાયમંડ બુર્સના કસ્ટમ અધિકારીઓએ ઉપરી સામે વ્યથા ઠાલવી

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
'સાહેબ કંટાળો આવે છે, કામ આપો...!', ડાયમંડ બુર્સના કસ્ટમ અધિકારીઓએ ઉપરી સામે વ્યથા ઠાલવી 1 - image


Surat Diamond Bourse: સુરતના ખજોદ સ્થિત ડ્રીમ સિટીમાં સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાં ફરજ બજાવતા કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ અને ઈન્સ્પેક્ટર સહિત 6 અધિકારીઓનાં સ્ટાફે તાજેતરમાં કસ્ટમ કમિશનર સાથે કરેલી 'ચાય પે ચર્ચા'માં કામ આપવા વિનંતી કરી હતી. ટી મિટિંગમાં ‘સાહેબ, અમને કંટાળો આવે છે, અમને 6 જણને કામ આપો, SDBમાં એક્સપોર્ટ માટે આખા દિવસમાં 1 અથવા 2 હીરાનાં પાર્સલ આવે છે. આખો દિવસ બેસી રેહવું પડે છે. રફ ઈમ્પોર્ટના પાર્સલ પણ નહીવત્ આવે છે'

હીરા ઉદ્યોગમાં મંદી!

સુરત ડાયમંડ બુર્સ ધોળો હાથી પુરવાર થઇ રહ્યો છે. હીરા ઉદ્યોગમાં પ્રવતી રહેલી મંદીના ડાકલાં વચ્ચે આગામી નજીકના ભવિષ્યમાં બુર્સ ધમધમતું થવાના ઉજળા અણસાર જણાતા નથી. એક વર્ષથી ડાયમંડ બુર્સ બિલ્ડિંગ ભેંકાર ભાસી રહ્યું છે. આ અવાવરું બિલ્ડિંગમાં કામ કરી રહેલા સરકારી અધિકારીઓને પણ પોતાના પડછાયાં સિવાય બીજી કોઈ ચહલપહલ જણાતી નહીં હોય તેઓમાં પણ નિરાશા છવાઈ છે. 

આ પણ વાંચો: સુરતમાં 500 અને 200ની 63872 નકલી નોટો પકડાઈ, મુંબઈથી આવતા 3 યુવાન ઝડપાયા


તાજેતરમાં કસ્ટમ કમિશનર સાથે સુરત ડાયમંડ બુર્સમાં ફરજ બજાવતા છ અધિકારીઓની ટી-મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં અધિકારીઓ કામગીરીને લઈ કમિશનર સમક્ષ રીતસર કરગર્યા હતા. 'સાહેબ, કંટાળો આવે છે, અમને કામ આપો..!' બુર્સમાં ફરજ બજાવતા અધિકારીઓના મોઢેથી સાંભળેલી હકીકત જાણી કમિશનર પણ વિમાસણમાં પડી ગયા હતા. થોડા સમય અગાઉ બુર્સમાં શરૂ થયેલી અલગ અલગ ચાર બેન્કો પણ બિઝનેસના અભાવે બંધ કરવાની ફરજ પડી હતી. ઉદ્ઘાટન બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ સહિતની ચાર બેન્કોએ બુર્સમાં શાખા શરૂ કરી હતી. બેન્ક શરૂ થઈ પણ ઓફિસો શરૂ નહીં થતાં કામગીરીના અભાવે સ્ટાફ આખો દિવસ બેસી રહેતો હતો. કર્મચારીઓ આખો દિવસ ગપ્પા મારી રહ્યાં હોય આખરે બેન્કોએ તેમની શાખા બંધ કરી દીધી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાનું શરૂ કરેલું ડેરી પાર્લર પણ બંટી

ઈન્ટરનેશનલ કક્ષાનું અમુલ પાર્લર સુરત ડાયમંડ બુર્સમાં આવ્યું હતું. બુસંધમધમતું નહીં થતા અમૂલે પાર્લર ખોલ્યા પછી બંધ કરવું પડયું છે. અમૂલ આઈસ્ક્રીમના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ છે. તો, ગ્રાહકોના અભાવે સુમુલ ડેરીએ એની બ્રાન્ડ માસ્ટર શેફ રેસ્ટોરન્ટ પણ બંધ કરી દીધી છે. ડાયમંડ બુર્સમાં રોજિંદો સન્નાટો વ્યાપી રહ્યો હોય તમામે પોતાની ડિપોઝિટ પરત કરવા અને ધંધો થયો નર્થી એટલે ભાડું માફ કરવા માંગણી કરી રહ્યાં છે.

'સાહેબ કંટાળો આવે છે, કામ આપો...!', ડાયમંડ બુર્સના કસ્ટમ અધિકારીઓએ ઉપરી સામે વ્યથા ઠાલવી 2 - image


Google NewsGoogle News