Get The App

કરફ્યૂમાં ફ્ટાકડા ફોડી તલવાર વડે કેક કાપનાર બર્થ ડે બોય સહિત ત્રણ ઝડપાયા

Updated: Oct 29th, 2021


Google News
Google News
કરફ્યૂમાં ફ્ટાકડા ફોડી તલવાર વડે કેક કાપનાર બર્થ ડે બોય સહિત ત્રણ ઝડપાયા 1 - image



- અડાજણ-નાનપુરાને જોડતા મક્કાઇ પુલ પર રાત્રી કરફ્યૂમાં તલવાર વડે કેક કાપી, માસ્ક અને ડિસ્ટન્સ જાળવ્યું ન હતું

સુરત
અડાજણ-નાનપુરા વિસ્તારને જોડતા તાપી નદી પરના મક્કાઇ પુલ પર રાત્રી દરમિયાન ફ્ટાકડા ફોડી અને જાહેરમાં તલવાર વડે કેક કાપી બર્થ ડેની ઉજવણી કરતો વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં પોલીસે બર્થ ડે બોય સહિત ત્રણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં કાયદાનો સરેઆમ ભંગ કરતા હોય તેવો વિડીયો વાયરલ થવાનો સિલસીલો યથાવત રહ્યો હતો. જે અંતર્ગત ગત રોજ અડાજણ અને નાનપુરાને જોડતા તાપી નદી પરના મક્કાઇ પુલ પર રાત્રી દરમિયાન કરફ્યૂ સમયમાં ફ્ટાકડા ફોડવાની સાથે ફૂટપાથની દિવાલ પર અંગ્રેજીમાં સમીર લખેલી એક સાથે છથી સાત કેક તલવાર વડે કાપી બે હાથ ઉંચા કરતો એક યુવાન અને તેના મિત્રો નજરે પડી રહ્યા હતા. રાત્રી કરફ્યૂ દરમિયાન માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ખુલ્લેઆમ તલવાર વડે કેક કાપવાના વિડીયોને પગલે દોડતી થયેલી રાંદેર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જે અંતર્ગત બર્થ ડે બોય મોહમદ સમીર મોહમદ સોએબ જરીવાલા (ઉ.વ. 19 રહે. અંજર એપાર્ટમેન્ટ, નાનપુરા) અને તેના બે મિત્ર અલતમસ ઇરફાન શેખ (ઉ.વ. 18) અને શેખ સુલતાન ફિરોઝ શેખ (ઉ.વ. 19 બંને રહે. સગરામપુરા) ની ધરપકડ કરી છે.

Tags :
SuratCrime

Google News
Google News