જામનગરમાં મોબાઇલના વેપારીને સોશિયલ મીડિયામાં ફ્રી હેડફોન અને સ્માર્ટ વોચ ગીફ્ટની રિલ મુકવી ભારે પડી : ઉમટી પડ્યા ટોળે-ટોળા
Jamnagar : જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપના વિક્રેતા દ્વારા તાજેતરમાં પોતાના મોબાઈલ શોપની આઇડીને ઇન્સ્ટાગ્રામમાં લાઈક કર્યા પછી ગ્રાહકોને ફ્રીમાં સ્માર્ટ વોચ તથા ફ્રી ઈયર ફોન આપવાની જાહેરાત કરી હતી, જેને લઈને અનેક લોકોએ સબસ્ક્રાઇબ કર્યા બાદ ફ્રી ગિફ્ટ લેવા માટે લીમડાલેન વિસ્તારમાં આવેલી મોબાઇલ શોપમાં ઉંમટી પડ્યા હતા.
મોટી સંખ્યામાં લોકોના ટોળા આવી જતાં વેપારી ગભરાયો હતો, અને પોતાના સટર બંધ કરવાનો વારો આવ્યો હતો. આ સમયે ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનના બેનરો વગેરે ફાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. લીમડાના વિસ્તારનો ટ્રાફિકજામ થઈ જતાં આખરે પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું, અને જહેમત લઈને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.