તળાવમાંથી મગરનો હુમલો : વૃદ્ધાને અંદર ખેંચી ગયા બાદ ત્રણ કલાકે લાશ મળી
Image : Freepik
Vadodara Crocodile Attack : વાઘોડિયા તાલુકાના હાસાપુરા ગામમાં રહેતી 72 વર્ષની વૃદ્ધા જીવીબેન ઈશ્વરભાઈ રાઠોડ બકરાને પાણી પીવડાવવા માટે ગામની તલાવડી પાસે લઈ ગયા હતા. તે વખતે અચાનક તળાવના પાણીમાંથી મગરે હુંમલો કરી જીવીબેનનો હાથ પકડી પાણીમાં ખેંચી ગયો હતો. ત્યારબાદ ત્રણ કલાક પછી જીવીબેનની લાશ તળાવના ઝાડી ઝાંખરામાંથી મળી હતી. આ ઘટનાને પગલે તળાવ કિનારે લોકો ભેગા થઈ ગયા હતા અને બનાવ અંગે જરોદ પોલીસે નોંધ કરી હતી.