વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
વડોદરા નજીક નદીમાં મગરો દ્વારા વારંવાર ગ્રામજનો ઉપર હુમલા કરવાના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરા નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં મગરે કરેલા હુમલામાં વધુ એક ગ્રામજનનું મોત નિપજયું છે.
ચાણોદ નજીક સતીસણા મૂળ ડેડીયાપાડા ના વતની પાર્સિંગ ભાઈ વસાવા ગઈકાલે નમતી બપોરે ગામડી ગામે ઓરસંગ નદીમાં માછલી મારવા ઉતર્યા હતા એ દરમિયાન વગેરે તેમના પર હુમલો કર્યો હતો.
બનાવને નજરે જોનારા લોકોએ બુમરાણ મચાવતાં ગ્રામજનો દોડી આવ્યા હતા પરંતુ પાર્સિંગ ભાઈનો કોઈ પત્તો જણાયો ન હતો. બનાવની જાણ ફોરેસ્ટ અને પોલીસ વિભાગને કરાતા ફાયર બ્રિગેડ અને એન ડી આર એફની મદદ લેવામાં આવી હતી.
આખી રાત મહેનત કર્યા બાદ આજે સવારે મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પોસ્ટ મોર્ટમ માટે તજવીજ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી પછી મગરીઓનો બ્રીડિંગ ટાઈમ હોવાથી લોકોને નદી કિનારે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.