Get The App

વિશ્વામિત્રી નદીમાં વહેલી સવારથી મગરની ગણતરી શરૂ, નદીની સાથે તળાવોમાં પણ ગણતરી

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
વિશ્વામિત્રી નદીમાં વહેલી સવારથી મગરની ગણતરી શરૂ, નદીની સાથે તળાવોમાં પણ ગણતરી 1 - image


વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીમાં આજે વહેલી સવારથી મગરની મતગણતરી શરૂ કરવામાં આવી છે. લગભગ 25 કિલોમીટર વિસ્તારમાં બે દિવસ સુધી ગણતરી ચાલશે.       

રાજ્યના વન વિભાગ દ્વારા સ્થપાયેલા ગીર ફાઉન્ડેશન ના ઉપક્રમે કોર્પોરેશનના સહયોગથી મગરોની ગણતરી કરવામાં આવી રહી છે. આ ગણતરી વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છે.     

વિશ્વામિત્રી નદીમાં વહેલી સવારથી મગરની ગણતરી શરૂ, નદીની સાથે તળાવોમાં પણ ગણતરી 2 - image  

મગરની ગણતરી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા એનજીઓ ઉપરાંત યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવી છે. વેમાલી થી તલસાડ સુધી લગભગ 27 કિલોમીટર વિસ્તારમાં 25 થી વધુ ટીમો દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને સંખ્યા ગણવામાં આવશે. 

વિશ્વામિત્રી નદીમાં વહેલી સવારથી મગરની ગણતરી શરૂ, નદીની સાથે તળાવોમાં પણ ગણતરી 3 - image

મગરની સંખ્યા ગણવા માટે 287 જેટલા કર્મચારી અને કાર્યકરો એક કિલોમીટરના એક જોન મુજબ કામ કરી રહ્યા છે. નદીની સાથે સાથે તળાવોમાં પણ મગરો હોવાને કારણે ત્યાં પણ ગણતરી કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News