વિશ્વામિત્રી નદી અને નજીકના 15 તળાવોમાં મગરોની ગણતરી પૂર્ણઃડેટા એનાલિસિસ બાદ ડીટેલ રિપોર્ટ બનશે
વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરીનું કામ આજે સંપન્ન થયું હતું.જેનો રિપોર્ટ ટૂંક સમયમાં વનવિભાગને સોંપવામાં આવશે.
ગીર ફાઉન્ડેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે સવારથી શરૃ કરોયલી મગરોની ગણતરી રાતે અને આજે દિવસે પણ ચાલુ રહી હતી.જેમાં ગીર ફાઉન્ડેશન,ફોરેસ્ટના કર્મચારીઓ,એનજીઓ અને વિદ્યાર્થીઓ મળી ૨૮૭ જણા કામે લાગ્યા હતા.
વેમાલી હાઇવે થી તલસટ સુધી જુદાજુદા ૯ ઝોન બનાવીને ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.રાતે ટોર્ચ મારીને મગરના બચ્ચાંની ચમકતી આંખ પરથી ગણતરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત નદીની આસપાસના વિસ્તારના કાશી વિશ્વનાથ,માણેજા,છાણી, દુમાડ,સમા,હરણી,માંજલપુર,સમા જેવા ૧૫ તળાવોમાં પણ ટીમો દ્વારા ગણતરી કરવામાં આવી હતી.ટૂંક સમયમાં દિવસ અને રાતના મગરોની ગણતરીના ડેટાનું એનાલિસિસ કરી તેનો સ્ટડી કરવામાં આવશે અને સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવશે.