વાઘોડિયા રોડના તળાવમાં માછલીની જાળમાં ત્રણ ફૂટનો મગર ફસાયો
વડોદરામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત નાળા અને તળાવોમાંથી પણ મગરો મળી આવવાના બનાવો બની રહ્યા છે.
વાઘોડિયારોડ વિસ્તારમાં પ્રથમ રેસિડેન્સી સામે આવેલા તળાવમાં આજે સવારે માછલીઓ પકડવા માટે નેટ પાથરવામાં આવી ત્યારે તેમાં ત્રણ ફૂટનો મગર ફસાતાં જીવદયા સંસ્થાને જાણ કરાઇ હતી.
અરવિંદ પવારની ટીમે નેટમાંથી સુરક્ષિત રીતે મગરને બહાર કાઢી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.ચોમાસા દરમિયાન આવેલા પુરમાં આ તળાવમાં મગર આવી ગયો હોય તેમ મનાય છે.