નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરતા મોત
સયાજી હોસ્પિટલમાં ચાર દિવસ સારવાર હેઠળ રહ્યા
વડોદરા,નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.
ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના મગનાદ ગામે રહેતા ૫૫ વર્ષના રણજીતભાઇ છગનભાઇ રાઠોડ ગત તા. ૩ જી એ બપોરે ચાર વાગ્યે ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પાણી ભરવા માટે ગયા હતા.તે દરમિયાન મગરે અચાનક હુમલો કર્યો હતો. મગરે ગુપ્ત ભાગે તથા પાછળના ભાગે બચકા ભરી લીધા હતા. તેમણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. મગર તેઓને છોડીને પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસની સારવાર બાદ તેઓનું મોત થયું હતું.