જંબુસરમાં ઢાઢર નદીમાં નહાવા પડેલા બાળક પર મગરે કર્યો હૂમલો, એક મહિનામાં બીજી ઘટના
પ્રતિકાત્મક તસવીર |
Bharuch News : ગુજરાતના ભરૂચની ઢાઢર નદીમાં મગર હોવાની અને હુમલાના ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જંબુસરમાં કુઢળ ગામમાં નદીમાં નહાવા પડેલા બાળક પર મગરે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મગરના હુમલામાં બાળક ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, એક મહિનામાં આ પ્રકારની બીજી ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે.
9 વર્ષીય બાળક પર મગરનો હુમલો
મળતી માહિતી મુજબ, ભરૂચના જંબુસરના કુઢળ ગામની નદીમાં 9 વર્ષીય નિલેશ રાઠોડ નામનો બાળક નહાવા માટે પડ્યો હતો. આ દરમિયાન નદીમાં મગરે નિલેશ પર હુમલો કર્યો હતો. મગરના હુમલાની ઘટનામાં નિલેશના પગના ભાગે ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકે સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ મોકલવામાં આવ્યો હતો.
ભરૂચમાં ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જંબુસરમાં મગરના હુમલાની એક મહિનામાં બીજી ઘટના સામે આવી છે. નદીમાં મગરની અવર-જવરને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.