Get The App

અલિયાબાડાના ખેડૂત યુવાન પર હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
અલિયાબાડાના ખેડૂત યુવાન પર હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધાયો 1 - image


Image Source: Freepik

જામનગર નજીક અલિયાબાડા માં રહેતા કિશન ભરતભાઈ મકવાણા નામના 23 વર્ષના આહિર યુવાન પર ગઈકાલે જૂની અદાવત ના કારણે હુમલો કરાયો હતો, અને તેને ઇજાગ્રત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ પહોંચી ગયો હતો, અને ઇજાગ્રસ્ત કિસાન મકવાણાનું નિવેદન નોંધ્યું હતું.

જે નિવેદના અનુસંધાને પોલીસે આહીર યુવાન પર જુની અદાલતના મન દુઃખમાં હુમલો કરનાર હુસેન ગફારભાઈ લાખા, અલ્તાફ ગફારભાઈ લાખા, ઇમરાન ઉંમર ભાઈ ગોરી અને અશગર ઉંમર ભાઈ ગોરી વગેરે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને ચારેય હુમલાખોરો ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News