Get The App

રાજસ્થાન પાલીના ઘરના વાડામાંથી ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી.ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ કબજે કર્યું

સુરતમાંથી પકડાયેલા રાજસ્થાનીની પુછપરછના આધારે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં 10.861 કિલોગ્રામ સફેદ રંગના ગાંગડા પાઉડર કબજે

આ જથ્થો ઉમરગામ ખાતે એમ.ડી.ડ્રગ્સ બનાવવા શરૂ કરેલી ફેકટરીમાં ઉપયોગમાં લેવાતો હતો

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
રાજસ્થાન પાલીના ઘરના વાડામાંથી ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી.ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ કબજે કર્યું 1 - image


- સુરતમાંથી પકડાયેલા રાજસ્થાનીની પુછપરછના આધારે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં 10.861 કિલોગ્રામ સફેદ રંગના ગાંગડા પાઉડર કબજે

- આ જથ્થો ઉમરગામ ખાતે એમ.ડી.ડ્રગ્સ બનાવવા શરૂ કરેલી ફેકટરીમાં ઉપયોગમાં લેવાતો હતો


સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપાયેલા રાજસ્થાની યુવાનની પુછપરછના આધારે રાજસ્થાન પોલીસ સાથે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજસ્થાન પાલીના પાતી ગામમાં એક ઘરના વાડામાંથી એમ.ડી.ડ્રગ્સ બનાવવાનું 10.861 કિલોગ્રામ રો મટીરીયલ કબજે કર્યું હતું.આ જથ્થો ઉમરગામ ખાતે એમ.ડી.ડ્રગ્સ બનાવવા શરૂ કરેલી ફેકટરીમાં ઉપયોગમાં લેવાતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના પાલીના રોહત તાલુકાના બ્રિજેશ ભગવાનભાઈ જૈનને ઝડપી પાડી તેની પુછપરછ કરતા ઉમરગામ ખાતે એમ.ડી.ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી અંગેનો ખુલાસો થયો હતો.તેમાં ઉપયોગમાં લેવાતું રો મટીરીયલ રાજસ્થાન પાલીના પાતી ગામમાં એક ઘરના વાડામાં રાખવામાં આવ્યું હોવાની બ્રિજેશે કબૂલાત કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એન.ઝાલા અને ટીમ રાજસ્થાન ગઈ હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખી ગતરાત્રે પાલી જીલ્લાના રોહત તાલુકાના પાતી ગામે રાજપુરોહિત કા બાસમાં રહેતા પરબતસિંગ માધુસિંગ રાજપુરોહિતના ઘરના વાડામાં તપાસ કરી હતી.

રાજસ્થાન પાલીના ઘરના વાડામાંથી ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી.ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ કબજે કર્યું 2 - image

ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને ત્યાં એક ઓરડીમાં અલગ અલગ પ્લાસ્ટીકની બેગોમાંથી 10.861 કિલોગ્રામ સફેદ રંગના ગાંગડા અને પાઉડર મળ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે આ જથ્થો કબજે કર્યો હતો.આ રો મટીરીયલની મદદથી ઉમરગામ ખાતે શરૂ કરાયેલી એમ.ડી.ડ્રગ્સ બનાવવાની ફેકટરીમાં એમ.ડી.ડ્રગ્સ બનાવાતું હતું.ક્રાઈમ બ્રાન્ચે તે દિશામાં પણ તપાસ કરી કાર્યવાહી કરી હતી.જોકે, આ અંગે વધુ સત્તાવાર વિગતો પોલીસ કમિશનર આવતીકાલે જાહેર કરશે.


Google NewsGoogle News