Get The App

વડોદરા: છાણીમાં ગેરકાયદે ચાલતું કેમિકલનું ગોડાઉન પકડાતા સંચાલકો સામે ગુનો

Updated: Nov 20th, 2021


Google NewsGoogle News
વડોદરા: છાણીમાં ગેરકાયદે ચાલતું કેમિકલનું ગોડાઉન પકડાતા સંચાલકો સામે ગુનો 1 - image


વડોદરા, તા. 20 નવેમ્બર 2021 શનિવાર

વડોદરાના છાણી વિસ્તારમાં બે દિવસ પહેલા પકડાયેલા કેમિકલના ગોડાઉનમાં અંગે પોલીસે બેદરકારી રાખવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ફટીલાઈઝર નગર સામે સર્વિસ રોડ પાસે આવેલા કર્મયોગી કેમિકલ ગોડાઉનમાં છાણી પોલીસે દરોડો પાડતા જુદા જુદા કેમિકલના 198 નંગ બેરલ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ 13 લાખથી વધુ થાય છે. મળી આવેલા કેમિકલ જ્વાલનશીલ તેમજ જોખમી હોવા છતાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હતી.

આ ઉપરાંત કેમિકલ ને લગતા કોઈ બિલો તેમજ માર્કા પણ મળ્યા ન હતા. જેથી પોલીસે તમામ જથ્થો સીલ કરી તપાસ હાથ ધરી હતી. આખરે આ બનાવમાં પોલીસે બેદરકારી ભર્યા આ કૃત્ય બદલ સંચાલક ઋષિત રમેશ ભાઈ ડોબરીયા (શાંતિ નગર સોસાયટી, સુભાનપુરા મૂળ રહે હરીપખારી ગામ,પડધરી, રાજકોટ) આસિસ્ટન્ટ દર્શન ભીમજી ભાઈ ડોબરીયા (ફટીલાઈઝર નગર,જીએસએફસી મૂળ રહે ખામટા, પડધરી,રાજકોટ) અને વિઠ્ઠલ બાબરભાઈ વસાવા (ઇન્દિરા નગર, દશરથ) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News