Get The App

જંત્રીના ભાવ વધારાથી રાજ્યનો વિકાસ અવરોધાશે : ક્રેડાઈ દ્વારા વડોદરામાં રેલી કાઢીને વિરોધમાં કલેકટરને આવેદનપત્ર અપાયું

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
જંત્રીના ભાવ વધારાથી રાજ્યનો વિકાસ અવરોધાશે : ક્રેડાઈ દ્વારા વડોદરામાં રેલી કાઢીને વિરોધમાં કલેકટરને આવેદનપત્ર અપાયું 1 - image


Jantri Rates Protest by CREDAI : રાજ્યમાં સુચિત જંત્રીના દરો જાહેર થતાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે વડોદરા ક્રેડાઈ દ્વારા આજે એક રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જંત્રીના દરોમા ફેરફાર કરવા તેમજ વાંધા સુચનો માટે સમય વધારવાની માગણી કરવામાં આવી હતી.

રાજયના વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેકટર છે જેની સાથે 280 થી વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભે છે અને શહેરી વિસ્તારોમાં વધુ સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સૌથી અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે. આથી જ રીયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે.

ક્રેડાઈ વડોદરા શહેરના 700 ડેવલપર્સ સભ્ય તરીકે નોંધાયેલા છે, અને રાજ્યસ્તરે ક્રેડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાતનું ક્રેડાઈ નૅશનલ સાથે સંકલન છે. સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200% થી 2000%નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તા.20/11/2024 ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે 40,000થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેક્નીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયેલ હોવાનું જણાયેલ છે. આમ છતાં તે અંગેના વાંધા રજુ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત 30 દિવસનો જણાવેલ છે. રાજ્યના મોટા ભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે. આમ કોઈ પણ જોતાઆ જંત્રી સાયન્ટીફીક રીતે તૈયાર કરેલ હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત, મિલક્ત ખરીદનાર,સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરાધાશે.

પ્રાથમિક તારણ મુજબ આટલા મોટા પ્રમાણના વેલ્યુ ઝોનની જંત્રીનો સંપૂર્ણ અભ્યાસ કરવા અને તે માટેના વાંધા રજુ કરવા આપેલ સમય મર્યાદા ખુબ જ અપૂરતી છે તે પણ સામાન્ય પ્રજા અને ખેડૂતના હિતમાં જોતા કેટલો વ્યજબી છે તે એક પ્રશ્ન છે.


Google NewsGoogle News