Get The App

સુરત નજીક ક્રેન દુર્ઘટના: મોલવણમાં મશીનરી ચડાવતી વખતે સર્જાઇ કરૂણ ઘટના, એકનું મોત

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
સુરત નજીક ક્રેન દુર્ઘટના: મોલવણમાં મશીનરી ચડાવતી વખતે સર્જાઇ કરૂણ ઘટના, એકનું મોત 1 - image


Crane Accident in Surat: સુરતના માંગરોળ તાલુકાના મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે એક કરૂણ દુઘર્ટના સર્જાઇ છે. જેમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતાં નાની ક્રેનનો કચ્ચરખાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત ઘટનાસ્થળે જ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળ તાલુકા મોલવણથી દુખદ સમાચાર સામે આવ્યા છે. મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે કોઇ આકસ્મિક કારણોસર મોટી ક્રેન નાની ક્રેન પર પડતાં નાની ક્રેનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 22 વર્ષીય ક્રેન ચાલક શાહીદ પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી ભલભલાને હચમચાવી મૂકે એવા છે. 

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે ક્રેનની મદદ વડે મશીનરીને ખસેડવામાં આવી રહી છે. આ દરમિયાન ક્રેન ઓવરલોડ થતાં માટી ધસતી જોવા મળે છે. ત્યારબાદ અચાનક સફેદ કલરની મોટી ક્રેન નાની ક્રેન પર ધડામ દઇને પડે છે અને નાની ક્રેનનો કચ્ચરખાણ વળી જાય છે. 

ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કોની ભૂલના કારણે સર્જાયો તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટના માટે કોણ જવાબદાર તેની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  


Google NewsGoogle News