Get The App

ધારાસભ્ય-સાંસદોને કમલમનું તેડું, સી.આર. પાટીલે બોલાવી બેઠક, મહત્ત્વના નિર્ણયો પર લોકોની નજર

Updated: Oct 8th, 2024


Google News
Google News
ધારાસભ્ય-સાંસદોને કમલમનું તેડું, સી.આર. પાટીલે બોલાવી બેઠક, મહત્ત્વના નિર્ણયો પર લોકોની નજર 1 - image


Gujarat BJP MP-MLA Meeting: આજે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર  પાટીલની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાવાની છે. સાંજે 4 વાગ્યે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને તેમાં ફરજિયાતપણે હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે ઘણા પૂર્વ ધારાસભ્ય અને મંત્રીઓને પણ તેડું મોકલવામાં આવ્યું છે. 

મોદીની રાજકીય કારકિર્દીના 23 વર્ષ

આજે યોજવામાં આવેલી આ બેઠકને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને લઈને બેઠક બોલાવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીના 23 વર્ષ પૂર્ણ થતાં હોવાથી ઉજવણી માટે રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ શરુ કર્યુ છે. આ સંદર્ભમાં તેઓ વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન પણ મેળવશે. જો કે, સત્તાવાર સૂત્રો આ મુલાકાતને રૂટીન ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાજપની લોકપ્રિયતાની પોલ ખૂલી: 'પ્રજાલક્ષી કામો' ન થતાં સભ્યો નોંધણીમાં આંખે પાણી આવ્યું

સદસ્યતા અભિયાન પર ચર્ચા

મળતી માહિતી મુજબ, પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં 'સદસ્યતા અભિયાન' વિશે ચર્ચા કરવામાં આવશે તેવું અનુમાન છે. આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યું છે. મોટા ઉપાડે બે કરોડનો ટાર્ગેટ અપાયો છે પણ આ સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતા કેટલી છે તેની વાસ્તવિકતા છતી કરી દીધી છે. સભ્ય નોંધણીને મોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આ અભિયાનને વેગવંતું બનાવવા પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. 

આ પણ વાંચોઃ ભાજપને 'ભરતી મેળો' નડ્યો, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ જ સરકારને ઘેરતાં કરી બબાલ!

રાજકીય વિશ્લેષકો વચ્ચેની ચર્ચા અનુસાર, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે પણ આ બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાઈ શકે છે. ત્યારે, આજે ગાંધીનગરમાં બોલાવવામાં આવેલી બેઠક પર તમામ લોકોની નજર રહેશે. નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદથી સી. આર  પાટીલ પાર્ટીમાં સક્રિય જોવા નહોતા મળતા. જો કે, આજની આ બેઠકમાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાય છે કે કેમ તે જોવાનું રહ્યું. 

Tags :
BJPCR-Patil

Google News
Google News