જામનગરમાં ઢોર પકડવાની કામગીરીમાં તંત્રની બેદરકારીના કારણે ગાયનું શિંગડું કપાઈ જતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ
Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં ઢોર પકડવા માટેની ટીમ દ્વારા અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવી રહી છે, તેનો નમૂનો ગઈકાલે સોમવારે સાંજે દિગજામ સર્કલ નજીકના વિસ્તારમાં બન્યો હતો.
દિગજામ સર્કલથી બેડી રિંગ રોડ તરફ જતા માર્ગે સાંજના સમયે એક રસ્તે રઝળતી ગાયને પકડવા માટેની ટીમ પહોંચી હતી, અને દોરડા નાખીને ગાયને બળજબરીપૂર્વક ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ગાયનું ડાબી બાજુનું સિંગડું તૂટી ગયું હતું, અને ગાય લોહીલુહાણ થઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને અનેક ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો.
ઢોર પકડવાની ટીમે દોરડા છોડાવીને ગાયને લોહી નીતરતી અને કણસતી હાલતમાં મૂકીને ભાગી છુટ્યા હતા. જે અંગેનો ત્યાંથી નીકળનારા રાહદારીએ વિડીયો વાયરલ થયો હતો, અને ગૌ પ્રેમીઓ કચવાટ અનુભવી રહ્યા છે.