Get The App

વડોદરા: વાઘોડિયા રોડ ઉપર વરસાદી કાંસ નું ઢાંકણું ખુલ્લુ હોવાના પગલે ગાય ખાબકી

Updated: Dec 27th, 2021


Google News
Google News
વડોદરા: વાઘોડિયા રોડ ઉપર વરસાદી કાંસ નું ઢાંકણું ખુલ્લુ હોવાના પગલે ગાય ખાબકી 1 - image


- મકરપુરા જીઆઈડીસીમાં ખુલ્લી વરસાદી કાંસમાં કામદાર પડી ગયો હતો

વડોદરા, તા. 27 ડિસેમ્બર

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર વરસાદી કાંસનું ઢાંકણું ખુલ્લુ હોવાના કારણે ગાય ખાબકતા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ગાયને સહી-સલામત બહાર કાઢવામાં આવી હતી

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુરુકુળ ચારરસ્તા પાસે વરસાદી કાંસનું ઢાંકણું ખુલ્લુ હોવાના કારણે ગાય વરસાદી કાંસમાં ખાબકી હતી. ઢાંકણાની સાઈઝ  કરતા ગાયનું કદ વધારે હોવાના પગલે રે ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ સમય ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ એક કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડ વિભાગ એ સ્થાનિકોની મદદથી વડે ગાયનું સહી-સલામત રેસ્ક્યુ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે ગઈકાલે મકરપુરા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ ખુલ્લી વરસાદી કાંસમાં ખાબકી ગયો હતો. આમ તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે.

Tags :
Cow-In-DranageVaghodia-Road

Google News
Google News