Get The App

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં પેઢી તથા પાર્ટનરને 1 વર્ષની કેદ તથા બમણી રકમનો દંડનો હુકમ કરતી અદાલત

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં પેઢી તથા પાર્ટનરને 1 વર્ષની કેદ તથા બમણી રકમનો દંડનો હુકમ કરતી અદાલત 1 - image


Jamnagar Court : જામનગરમાં રહેતા ડો.કૌશિક અનંતરાય પરમારએ આરોપીઓ મી.લોકેશ પોલામાર શેટ્ટી (પાર્ટનર) ઓલડેપ્રોફીટ સર્વિસીસ જે પેઢી ઈન્વેસ્ટમેન્ટનું કામ કરે છે, આરોપીની પેઢીમાં ફરીયાદી તબીબે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું, અને તે ઈન્વેસ્ટમેન્ટમાં રૂપીયા 3,00,000 ફરીયાદીએ આરોપીને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હતા, અને તે ઈન્વેસ્ટમેન્ટ માટે આપેલ રકમ રૂપીયા 3,00,000 અંકે રૂપીયા ત્રણ લાખનો આરોપીની પેઢીનો ચેક આપેલ હતો, તે મુજબ ફરીયાદીએ પોતાની બેંકમાં ચેક જમાં કરાવતા તે ફંડ ઇન્શફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી ફરીયાદીએ અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફોજદારી ફરીયાદ નોંધાવી હતી.

આ કેસ એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાંમાં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંનકન કરી ફરીયાદીના વકિલની તમામ દલીલો ઘ્યાને રાખી આરોપીઓ (1) મી. લોકેશ પોલામારશેટ્ટી (પાર્ટનર) તથા (2) ઓલડેપ્રોફીટ સર્વિસીસ પેઢીનાઓને 1  વર્ષની સાદી કેદની સજા તથા બમણી રકમ રૂપીયા 6,00,000નો દંડ કરવામાં આવેલ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 30 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કામના આરોપીઓએ સંયુકત અથવા વિભકત રૂપે દંડની રકમમાંથી રૂપીયા 3,00,000 ફરીયાદીને વળતર સ્વરૂપે ચુકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે, તથા આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય, જેથી આરોપીઓ વિરુધ્ધ સજાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News